Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આવતીકાલે ભગવાન સ્વામિનારાયણની ર૩૯ મી જયંતિ

રાજકોટઃ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદી ૯ને દિવસ સર્વાવતારીને સર્વોપર્રિ પૂર્ણ-પુરૂષોતમ સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાની બાજુમાં આવેલ છપૈયા ગામે રાત્રીના ૧૦-૧૦ કલાકે પ્રગટ થઇ આ ધરાને પાવન કરી ભગવાને 'ઘનશ્યામ મહારાજ'ના નમો અયોધ્યા-છપૈયામાં ખુબજ બાળલીલા કરી નાની ઉંમરે ગૃહત્યાગ કરી આઠેક વર્ષ વન વિચરણ કરી સમગ્ર ભારતના તિર્થને નીલકંઠવર્ણિ પ્રભુ નામ ધરી પાવન કરતા કરતા આ દુનિયાની ખુબજ પાવનભૂમિ એટલે આપણું કાઠીયાવાડ-ગુજરાતને આત્યતિકકલ્યાણનું એ.પી.સેન્ટર બનાવી પોતાના અવનારી કાર્યનો મૂળ સંકલ્પ જે અનેક જીવોને પોતાના અક્ષરધામના અધિકારી બનાવવાનો પ્રારંભ કર્યો.

આપણે બધાય જાણીએછીએ તેમ આજેખૂબજ ટુકા ગાળામાં ભગવાન સ્વામિનારાયણ અને એનો સંપ્રદાયનો આધ્યાત્મીક દિગ્વિજય ફકત ભારતમાં જ નહી પરંતુ યુરોપ-અમેરીકા-આફ્રિકા સહિત સારાએ વિશ્વમાં થઇ રહ્યો છે.

આજે સારાએ 'જગત'ને 'કોરોના'રૂપી કાળે જપટ લીધા છે. ત્યારે આજે આપણે યાદ કરવા છે. સ્વામિનારાયણ પ્રભુના સદાચારમય આદેશોને...

આજે વહીવટી તંત્રની આંખ ઉઘડી કે જયા ત્યાં 'થુકવુ' પણ નહી. આ વાત તો મારો વાલો-ર૦૦ વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં કહી ગયા છે કે બાગ-બગીચા, વાવેલ ખેતર અને રોડ રસ્તા ઉપર મળ-મૂત્ર ન કરવું ને થુકવું પણ નહી. વધુ આદેશ આપતા કહે ભગવાન કહે છે. ગાળ્યા વિનાનું પાણી તથા દુધ કયારેય ન પીવુ અને જે પાણીમાં સુક્ષ્મજીવજંતુ હોય તે પાણીથી સ્નાન પણ ન કરવું આજે સર્વ સત્સંગીઓ પોતાના ઘરે પાણી, દુધ-ઘી, તેલ, કપડાના ગરણાથી ગાળીને જ ઉપયોગ લેય છે.

આપણને શંકા જાય કે પાણી તો ઠીક આ દૂધમાં શું...તો જયારે ગાયને દોહતા હોય ત્યારે કદાચ એના શરીરની રૂવાટી પણ આ દૂધમાં આવી જાય અને એનો સીધો ઉપયોગ થાય તો વિચારોએ 'ગૌમટ' તુલ્ય થાય ને આજે વારે વારે હાથ ધોવાની યાદી પાકી કરાવાય છે. પણ શ્રીજી આશ્રિતો તો લેટરીન ગયા પછી સતરવાર હાથ માટી-પાવડરથી સાફ કરી ઉપરાંત સ્નાન કરે છે. અરે ! નાક-કાનમાં ભરાવેલ આગળને પણ પાણીથી સાફ કરવાની આજ્ઞા છે. ઉપરાંત ઘરમાં વપરાતા શાક-ભાજી-ફ્રુટને ચોખ્ખા પાણીથી ધોઇને જ વાપરવાની આજ્ઞા આપી છે. આ ઉપરાંત જીવાતને લઇને વાલોર સહીતની સીંગોનું ફોલા વગરનું આખેઆખુ શાક બનાવવા પણ નિષેધ છ...જીવાતને લઇને ફલાવર કોબીનો પણ ઉપયોગ પણ ટાળે છે. સ્મશાનના (કીટાણુંથી બચવા) આવીને સીંધુ સ્નાન કરવાની આજ્ઞા છે. આ ઉપરાંત બાલ-દાઢી કરાવયે સ્નાન કરવું આ ઉપરાંત બહેનોની અમુક આજ્ઞાના મુળમાં તો તન સ્વચ્છતાજ જળવાયેલી છે.

રસોડામાં વપરાતા મરી-મસાલાને ટાઇમે ટાઇમે તપાસતા રહેવા અને રસોઇ બનાવનાર પણ પોતે સંપૂર્ણ શુદ્ધતા જાળવવી અને તૈયાર રસોઇને ખુલી નહી પરંતુ ઢાંકીને રાખવાની પણ સાંપ્રદાયી આજ્ઞા છે.

સદ્દગુરૂ પ્રેમાનંદ સ્વામીના કવિત્વથી તો આપણે જાણીતાજ છીએ તેમણે સ્વામિનારાયણ પ્રભુજી દૈનિક ક્રિયાની '''લીલા'' લખી છે. તેન ેનિત્યનિયમ કહે છે. તેને મોટા ભાગના આશ્રીતો રોજ હેતે હેતે ગાય છે. ...તેમાં પ્રેમાનંદ સ્વામી એક કડી લખે છે.

છીંક જયારે આવે રે, ત્યારે 'રૂમાલ' લઇને છીંક ખાયરે, મુખ પર આડો દઇને,

આ એકજ સુટેવને આપણે અપનાવી હોત તો જગતને આ દાડાનો આવત આ રીતે સ્વામિનારાયણ ભગવાને પ્રવતાવેલ સદાચારનો મુખ્ય ધ્યેય આજે આપણને ર૦૦ વર્ષે પણ યાદ આવે છે. જે ને અમુક અજ્ઞાનીઓ 'વેવલાઇ'માં ખપાવતા તે આજે આપણા માટે 'જીવનપ્રાણ' છે.

જયસ્વામિનારાયણ

પ્રવીણ કાનાબાર

રાજકોટ

મો.૯૮ર૪ર ૬પ૩૦૦

(4:05 pm IST)
  • દિલ્હીમાં કેજરીવાલ સરકારની મોટી જાહેરાત : કોરોનાની સારવારમાં રોકાયેલા ડોક્ટર ,નર્સ ,પેરા મેડિકલ સ્ટાફ ,તથા સફાઈ કર્મચારીનું કોરોના વાઇરસથી મૃત્યુ થશે તો સરકાર તેના પરિવારને 1 કરોડ રૂપિયા ચુકવશે access_time 4:45 pm IST

  • વિશ્વ વિખ્યાત ભારતીય મુળના 'વાયરોલોજીસ્ટ' ગીતા રામજીનું કોરોના વાયરસમાં દ. આફ્રિકામાં મૃત્યુ : હમણા જ લંડનથી દક્ષિણ આફ્રિકા પરત ફરેલ access_time 3:31 pm IST

  • રાજકોટમાં અચાનક સવારથી લોકોની અવર-જવર વધી ગઈ : શેરી - ગલીઓમાં છૂટથી આવ-જાઃ પોલીસની લાલ આંખ જરૂરી છે : સંખ્યાબંધ વિસ્તારમાંથી એવી વિગતો આવી રહી છે કે આજે સવારે ૯ - ૧૦ આસપાસ લોકોની રોજીંદી ધીમી પડેલ અવર-જવર વધવા લાગી છે : કદાચ પોલીસ અન્ય કામોમાં રોકાયેલી હોવાને લીધે આવુ બન્યુ હશે તેમ મનાય છે : જો કે આ બાબત ગંભીર પણ બની શકે છે : શેરી - ગલીમાં લોકોની ચહલ - પહલ વધતી માલુમ પડતા ચિંતાની લાગણી પ્રસરી છે : કોરોનાનો ભય વધવા છતાં લોકો બેદરકાર - લાપરવાહ બનતા જતા હોવાનું ચર્ચાય છે access_time 1:12 pm IST