Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સેવા કાર્યોમાં ઝંપલાવ્યુ

રાજકોટ - મોરબી સહિતના શહેરોમાં દવા - ઉકાળો - માસ્ક અને અનાજ કીટનું વિતરણ

રાજકોટ તા. ૧ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કોરોના મહામારી રૂપે સંકટ જયારે પુરા વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેશભરના સ્વયંસેવકો કામે લાગી ગયા છે

સંઘની શાખાઓ વર્તમાનમાં ઈન્ટરનેટ દ્વારા દેશભરમાં ચાલી રહી છે . ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થાનો પર સેવા કર્યો ચાલી રહ્યા છે. રાજકોટમાં ફૂલ ૧૬ નગરમાં વર્ધમાન નગર, આનંદનગર, કોઠારિયા નગર, રણુજાનગર, કૃષ્ણનગર, લક્ષ્મીનગર, મવડી નગર, નટરાજ નગર, વૃંદાવન નગર, રામકૃષ્ણ નગર, મારૂતિ નગર વાલ્મીકીનગર, થોરાળા નગર, રણછોડ નગર, વેલનાથ નગરમાં શરૂઆતમાં આયુર્વેદિક ઉકાળો, હોમિયોપેથીક દવાઓ, માસ્ક વિતરણ, સેનીટાઈઝરનું વિતરણ અને હાલ  જરૂરિયાતમંદ લોકોને જયારે જમવાની તકલીફ પડી રહી છે ત્યારે સંઘના સ્વયંસેવકો દ્વારા ચોખા, ઘઉંનો લોટ, ખીચડી, કઠોળ, ડુંગળી, બટેટા, તેલ, મીઠું, મરચું, હળદર જેવી જીવન આવશ્યક વસ્તુઓની ૨૦૦૦ કીટ આપેલ છે. હજુ પણ કીટ બનાવવાનું ચાલુ છે. જુદા જુદા નગરમાં જરૂરિયાતમંદ કુટુંબને કીટ આપવાનું કામ ચાલુ છે. 

જરૂરિયાત મંદ લોકોને, ઔદ્યોગિક વિસ્તારમાં વિવિધ પ્રાંતના મજુરો વગેરેને  ચા, પાણી, જમવાની વ્યવસ્થા, સામાનની કીટ વગેરે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવે છે. સંઘના સ્વયંસેવકો જયારે જયારે દેશમાં આપતી આવી છે સમાજના શ્રેષ્ઠીઓને સંઘ અહવાન કરે છે કે આ ભગીરથ કાર્યમાં સૌ સાથે મળી તન મન ધન પૂર્વક સમર્પિત થાય. આ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંકજભાઈ રાવલ ૭૦૮૩૭૧ ૧૯૪૯૦/૮૭૮૦૮ ૪૩૭૪૯ ડો.જીતેન્દ્રભાઈ અમલાણી ૯૮૨૫૦ ૭૭૭૦૧તેમજ મુકેશભાઈ કામદાર ૯૪૨૮૨૦૧૨૭૮ નો સંપર્ક કરવો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્રમાં સેવા કર્યો માટે આર્થીક સહયોગ માટે ડો જેન્તીભાઈ ભાડેસીયા મોરબી અને નરેન્દ્રભાઈ દવે આહવાન કરે છે. ચેક -  'સેવા ભારતી ગુજરાત'  રાજકોટ નાગરિક સહકારી બેંક  પરાબજાર ખાતા ન. ૦૧૦૦૦૩૧૦૦૦૩૬૪૭૨  IFSC RNSB ૦૦૦૦૦૦૧નો આપવા વિનંતી.

(4:05 pm IST)