Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દરેક ગરીબ કાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજનાના લાભથી વંચિત

આ અંગે યોગ્ય કરવા વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયા દ્વારા રજુઆત

રાજકોટ તા. ૧: આજથી ગરીબોને રેશનકાર્ડ ઉપર અનાજ વિતરણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ દરેક ગરીબ કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળતો નથી. માત્ર, અન્ત્યોદય, અને બીપીએલમાં પણ ''રાષ્ટ્રીય અન્ન સુરક્ષા'' યોજનામાં સમાવિષ્ટોને જ લાભ મળે છે. બાકીના ગરીબ કાર્ડ ધારકોને ઠેંગો બતાવવામાં આવ્યો હોવાનો આરોપ વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરીયા દ્વારા કરવામાં આવ્યો છે.

વધુમાં શ્રી કાલરીયાએ જણાવ્યું છે કે, વોર્ડ નં. ૧૦ ની સસ્તા અનાજની રૂબરૂ મુલાકાત દરમ્યાન કાર્ડ ધારકોના અનેક પ્રશ્નો સામે આવ્યા કોઇના સરનામા બદલ્યા હોય નામમાં કમી કે ઉમેરો થયો હોય આવા નાના-મોટા સુધારાઓ બાબત સહિતના પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છે.

ભાનુબેન સોરાણી

રાજય દ્વારા આજથી દરેક રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ, મીઠું, મફત આપવામાં આવે છે. પરંતુ રેશનકાર્ડની દુકાને જતા મહિલાઓને દુકાનદાર દ્વારા કહેવામાં આવે છે કે, ફકત બી.પી.એલ. અને અન્ત્યોદય કાર્ડ ધારકને આપવામાં આવશે. ત્યારે આ પ્રશ્નનો હલ તાકિદે કરવા વોર્ડ નં. ૧પના કોંગી કોર્પોરેટર ભાનુબેન સોરાણી દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી છે.

(4:04 pm IST)