Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ વ્યવસ્થામાં સરકાર થાપ ખાઇ ગઇ : ડાંગર-સાગઠિયા

BPL કાર્ડ અને અંત્યોદય યોજના કાર્ડ ધારકોને માલ આપવામાં વિસંગતતાઃ સરકાર દ્વારા વિતરણ માટે કોઈપણ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી તે જાહેર કરેઃ નગરસેવકોના ઘરે ટોળેટોળાઃ રેશનીંગના દુકાનદારો લોકોને વસ્તુઓ આપતા નથીઃ કોંગ્રેસના આક્ષેપો

રાજકોટ,તા.૧:  શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની સંયુકત અખબારી યાદી જણાવે છે કે આજરોજ તા.૦૧થી ગુજરાતના સરકાર દ્વારા છેલ્લા ૧૦-૧૨ દિવસથી જાહેરાત કરેલ છે કે ગુજરાતમાં તમામ કાર્ડ ધારકોને વિનામુલ્યે રાશન આપવામાં આવશે એ ઙ્ગગુજરાતના તમામ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવેલ છે તેમજ સરકારે રાશન વિતરણ કરવામાં આવશે ગરીબ અને નાના માણસોએ તેની રાહ આજદિન સુધી જોઈ છે ત્યારે તે લોકો આજે સવારે પોતાનો મળવાપાત્ર વિતરણ રાશન લેવા જાય છે ત્યારે લોકોના ટોળેટોળાં રેશનીંગની દુકાને ટોળેટોળાં વળ્યા હતા તેમજ રાજકોટ શહેરમાં પછાત વિસ્તારમાં જે કોંગ્રેસના કોર્પોરેટરો છે તેઓના ઘરે સવારના ૮:૦૦ વાગ્યા થી અત્યાર સુધી ટોળાઓ ચાલુ જ છે તમામ લોકોની એવી રજૂઆત છે કે અમને રાશનમાં કાઈ મળતું નથી અમુક BPL કાર્ડ ધારકોને ફકત ૧ કિલો ખાંડ મળી છે તો અમુકને ૧ કિલો ચોખા અને ૧ કિલો ઘઉં લઇ મોકલી દીધા છે અને કોઈક ને તો ફકત દાળ મળી છે તો આવી વિસંગતતા વાળી આખા રાજકોટમાં પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે કોંગ્રેસ પક્ષની માંગણી છે કે કાર્ડ ધારકને સરકારે જાહેર કર્યા મુજબની દરેક વસ્તુઓ મળવી ઙ્ગજોઈએ અમુક દુકાનદારો કાર્ડ ધારકોને કહે છે કે મામલતદાર માં સિક્કો મરાવવા જાવ તો જ વસ્તુઓ મળશે નહીતર વસ્તુઓ મળશે નહિ એક તરફઙ્ગ સરકારે લોકડાઉન જાહેર કરેલ છે તો લોકો સીકા મરાવવા કયાં જાય આવું થવું જોઈએ નહી તેમજ નહી કે એક ને ફકત ખાંડ કે માત્ર ઘઉં,ચોખા તો આ લોકો ખાશે શું ? તેવો સવાલ પણ કર્યો છે તેમજ સરકારે જાહેર કર્યા મુજબનો પુરવઠો આ કાર્ડ ધારકોને મળવો જ જોઈએ

બંને આગેવાનોએ જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ રાજકોટ શહેરના છે એ જ શહેરના લોકોને આ જીવન જરૂરી વસ્તુઓ મળવામાં જ જો સરકારની વિસંગતતા ઉભી થતાં ગરીબના ઘરમાં ચૂલો સળગતો નથી. જો કેરાજકોટ શહેરમાં નાની-મોટી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને થોડું-ઘણું ખાવાનું પહોંચાડાય છે ત્યારે કોંગ્રેસ પક્ષની માંગણી છે કે આ BPL કાર્ડ અને અંત્યોદય યોજના કાર્ડ ધારકોને પૂરતું રાશન આપે. એક અંદાજ મુજબ ૧ દુકાનમાંથી રોજના ૧૦૦ લોકોને વિતરણ કરવાની કેપેસીટી હોય ત્યારે દુકાનોમાંથી ૪૫,૧૬૭ કાર્ડ માં વિતરણ કરતા કેટલી વાર લાગે? તેવો અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને મનપાના વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાએ પ્રશ્ન ઉઠાવ્યો છે.

(4:04 pm IST)