Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાની મહામારી દુર ન થાય ત્યાં સુધી અન્નનો દાણો મુખમાં મુકયા વગર શકિત ઉપાસનાનો આકરો સંકલ્પ

એડવોકેટ હરીસિંહ વાઘેલાની અડગ ભકિતઃ એક પુત્ર ડોકટર અને એક પુત્ર એન્જીનીયર : સમગ્ર પરિવાર માતાજીનો પરમ ભકત : સવાર સાંજ તમામ સદસ્યો માતાજીની આરતીમાં જોડાય જાય છે

રાજકોટ તા. ૧ : આજે વિશ્વ આખુ કોરોનાના કાળા કેરથી થથરી રહ્યુ છે. ત્યારે આ મહામારીમાંથી ઉગારી દેવા રાજકોટના એડવોકેટ હરીસિંહ વાઘેલાએ આકરી તપસ્યા શરૂ કરી છે.

રાજકોટમાં વિશ્વનગર-૩, સરદારનગર ૧, પટેલ બોર્ડીંગ મેઇન રોડ પર રહેતા હરીસિંહ વાઘેલાએ ટેલીફોનીક વાતચિતમાં જણાવેલ કે અમારો સમગ્ર પરિવાર કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજી અને ઇસ્ટ દેવી શ્રી બહુચરમાંનો પરમ ઉપાસક છે. અમો ક્ષત્રિય છીએ. હાલ પ્રજાજનો ઉપર રોગચાળાની આવી પડેલ છે. ત્યારે આ આફતમાંથી સૌને ઉગારવા કઇક કરવુ એ અમારા લોહીમાં હજુએ ધગે છે.એટલે જ આ રોગચાળામાંથી સૌ કોઇને મુકિત મળે તે માટે મેં અન્ન ત્યાગની તપસ્યા શરૂ કરી છે. જયાં સુધી આ મહામારી નાબુદ થયાના અણસાર નહીં મળે ત્યાં સુધી હું અન્નનો દાણો મોં માં નહીં મુકુ. માત્ર જળ ઉપર શકિત ઉપાસનાનો મેં સંકલ્પ કર્યો છે. આખો દિવસ તપ, જપ, અનુષ્ઠાન કરૂ છુ. માતાજી જરૂર સૌનું રક્ષણ કરશે.હરીસિંહ વાઘેલા (મો.૮૯૮૦૨ ૬૬૧૪૧) એ જણાવેલ કે અમારો પરિવાર સુખી સંપન્ન અને હર્યો ભર્યો છે. મારા મોટા પુત્ર દિવ્યરાજસિંહ ડોકટર છે. નાના પુત્ર જલકિતસિંહ એન્જીનીયર છે. અમો બધા જ માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવીએ છીએ.

બસ આ અણધારી આવી પડેલી આફતમાંથી સૌ જલ્દી બહાર આવીએ એવી માતાજીને અરજ કરીએ છીએ. આ આફતમાંથી બહાર આવવા 'જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની, દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા, સ્વાહા નમોસ્તુતે' મંત્રનો ઉચ્ચાર ખુબ લાભદાયી હોવાનું તેઓએ જણાવેલ છે.સવાર સાંજ અમારા ઘરમાં આરતી થાય ત્યારે પરીવારનો દરેક સદસ્ય તેમાં ભાવથી જોડાય જાય છે. તેમ હરિસિંહ વાઘેલાએ જણાવ્યુ છે.

(4:04 pm IST)