Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નવી સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ થી ૩૫૦ બેડની વ્યવસ્થા નવા ૧૨ સહિત ૪૨ વેન્ટીલેટર : તંત્રની આગવી વ્યવસ્થા

આરોગ્ય વ્યવસ્થા માટે નિમાયેલ ખાસ અધિકારી ડો. રાહુલ ગુપ્તા સતત સક્રિય : સિવિલમાં કીડની પેશન્ટને ડાયાલીસીસ માટે ૧૫ નવા ડાયાલીસીસ મશીન મુકાવી દેવાયા

રાજકોટ તા. ૧ : વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને વેન્ટીલેટરની પુરતી વ્યવસ્થા જરૂરી હોઇ રાજ્ય સરકારે રાજકોટ શહેર - જિલ્લા અને ભાવનગર જિલ્લાની આરોગ્ય વ્યવસ્થા માટે ખાસ અધિકારી તરીકે રાજકોટના પૂર્વ કલેકટર ડો. રાહુલ ગુપ્તાને જવાબદારી સુપ્રત કરાઇ છે ત્યારે તેઓએ રાજકોટની સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે વિવિધ વિગતો જાહેર કરી હતી.

આ અંગે શ્રી ગુપ્તાએ જણાવેલ કે, રાજકોટમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ૨૦૦ થી ૩૫૦ જેટલા બેડની વ્યવસ્થા થઇ શકશે. જ્યારે જવા ૧૨ વેન્ટીલેટર મુકાવી દેવાતા કુલ ૪૨ વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ બની છે. જોકે તેમાંથી ૩૦ વેન્ટીલેટર હાલમાં ઓછા ઉપયોગી અને ઉપયોગ વગરના છે જરૂર પડયે તે ઉપયોગી થશે.

આ ઉપરાંત કીડનીના ડાયાલીશીસવાળા દર્દીઓ માટે અમદાવાદથી ૧૫ નવા ડાયાલીસીસ મશીનો મંગાવાયા છે. આથી અહીં આ સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે. ઉપરાંત ૩૫ જેટલા ટીવી સ્ક્રીન ૪ માળમાં મુકાવી દેવાશે.

આમ, સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની વ્યવસ્થા ઉપર સરકાર સતત નજર રાખી રહી છે.

(4:00 pm IST)