Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

બાબુ ચુના વાળા ઉદ્યોગપતિ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના રાહતફંડમાં ૧,૧૧,૦૦૦નો ચેક

રાજકોટ : કોરોના વાયરસને ધ્યાને લઇને બાબુ ચુનાના નામથી પ્રખ્યાત બ્રાન્ડના ઉદ્યોગપતિ નિશાંતભાઇ લુણાગરીયાએ કલેકટરશ્રીને ૧,૧૧,૦૦૦નો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે તસ્વીરમાં તેઓની સાથે રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી અને બાર કાઉ. ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ દર્શાય છે.

રાજકોટ, તા. ૧ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારીમાં સમગ્ર ભારત તથા સ્ટેટના દાતાઓ પોત પોતાનું ફંડ સરકારશ્રીમાં જાહેર કરી જરૂરીયાતમંદ લોકોને મળી રહે તે માટે પોતાની જોળી છુટ્ટી મૂકેલ છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના મહામારીમાં સમગ્ર ગુજરાતના બીલ્ડરો, સંસ્થાઓ ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીશ્રી રીલીફ ફંડમાં પોત પોતાના ચેક જમા કરાવી રહેલ છે. આજ રોજ સમગ્ર ગુજરાતમાં 'બાબુ ચુના' તરીકે પોતાનું આગવું નામ પ્રાપ્ત કરનાર ઉદ્યોગપતિ ગોરધનભાઇ ધરમશીભાઇ લુણાગરીયા, નારણભાઇ લુણાગરીયા, પુરૂષોતમભાઇ લુણાગરીયા, બાબુભાઇ લુણાગરીયાએ મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીશ્રી રીલીફ ફંડમાં એક લાખ અગીયાર હજારના બે ચેક અર્પણ કરેલ છે.

આ ચેક રાજકોટના કલેકટરશ્રીને નિશાંત ગોરધનભાઇ લુણાગરીયા અને જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલ હસ્તક આપવામાં આવેલ હતો.

(3:47 pm IST)