Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વોર્ડ નં. ૩ના દુકાનદારે 'ધનેડા'વાળા 'ઘઉં' આપતા ખળભળાટ

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલાએ પકડી પાડયું : દુકાનદાર કહે છે મારે ઘઉં આવ્યા ત્યારે જ પુરવઠાનું ધ્યાન દોર્યુ'તું : કેટલાયને આવા ઘઉં વિતરણ કરી દિધા : સનસનાટી : બીજા બાચકા - ગુણીમાં ઘઉં સારા નીકળ્યા : અન્ય ૮ દુકાનોમાં વિતરણ વ્યવસ્થા બરોબર : પુરવઠા તંત્રે કોને જથ્થો મળશે તેના બોર્ડ મારવા જોઇએ માઇકથી જાહેરાત કરવી જોઇએ જેથી લોકો હેરાન તો ન થાય... કલેકટર દરમિયાનગીરી કરે

વોર્ડ નં. ૩માં સીંધી કોલોનીમાં લાલા હરદાયલ સ્કુલની પાછળ આવેલા સસ્તા અનાજના એક દુકાનદારે ધનેડાવાળા ઘઉંનું વિતરણ કર્યું તે શ્રી ગાયત્રીબા વાઘેલાએ પકડી પાડયું હતું. વિડીયો પણ ઉતારી લીધો છે.

રાજકોટ તા. ૧ : આજથી શહેરમાં સસ્તા અનાજની દુકાનો ઉપરથી રાશનનું વિતરણ શરૂ થયું છે, દરમિયાન આજે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં. ૩ના સિનિયર મોસ્ટ કોર્પોરેટર શ્રી ગાયત્રીબા વાઘેલા અને અગ્રણીઓ અશોકસિંહ વાઘેલા તથા તેમની ટીમ વોર્ડ નં. ૩માં આવેલ સસ્તા અનાજની દુકાનો ઉપર વિતરણ વ્યવસ્થા અંગે ફરી હતી.

ઉપરોકત બંને અગ્રણીઓએ જણાવેલ કે તમામ દુકાનોમાં વિતરણ વ્યવસ્થા બરોબર હતી, પરંતુ લોકો હેરાન બહુ થયા છે, પુરવઠાએ કોને જથ્થો મળશે તેવા બોર્ડ મારવાની જરૂર હતી, માઇકથી જાહેરાત પણ કરવી જોઇએ તો લોકો હેરાન ન થાય, કલેકટરશ્રી આ બાબતે તાકિદે દરમિયાનગીરી કરે તે જરૂરી બની ગયું છે.

દરમિયાન શ્રી અશોકસિંહ વાઘેલાએ 'અકિલા'ને જણાવેલ કે, સીંધી કોલોનીમાં લાલા હરદયાલ સ્કુલ પાછળ આવેલ એક સસ્તા અનાજના દુકાનદારે ઘણા ખરા કાર્ડ હોલ્ડરોને ધનેડાવાળા ઘઉં ધાબડી દીધા છે, અમે તેના ફોટા - વિડીયો પણ પાડી લીધા છે.  આ દુકાનદારને પૂછતા તેણે જણાવેલ કે, આ ઘઉંનો જથ્થો આવ્યો... ખોલ્યો અને ધનેડા દેખાયા ત્યારે અમે પુરવઠાના અધિકારીને ફોન કર્યો હતો, પરંતુ તે અધિકારીએ એવો જવાબ આપેલ કે જે હોય તે પણ આ જથ્થો ઉતારી લો, આથી મેં વિતરણ કર્યું છે.

શ્રી અશોકસિંહે જણાવેલ કે, બધામાં ધનેડા નથી નીકળ્યા પાછળથી ઘણા ખરા બાચકા - ગુણીમાં સારા ઘઉં નીકળ્યા છે અને કોનું વિતરણ હાલ ચાલુ છે, પરંતુ ઘણા ખરા કાર્ડ હોલ્ડરોને પ્રારંભે ધનેડાવાળા ઘઉં અપાયા તે પણ સન્નાટો પ્રસરાવે તેવી હકીકત છે, આ એક ગંભીર બાબત છે, ડીએસઓ કે કલેકટર જે ત ેજવાબદાર પુરવઠા અધિકારી સામે તાકીદે પગલા ભરે તે જરૂરી છે.

(3:31 pm IST)