Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ પ્રૌઢનું મોત

દિલીપભાઇ જગન્નાથભાઇના વાલીની શોધ

રાજકોટ તા. ૧ : શહેરની સિવિલ હોસ્પિટલમાં પ્રૌઢનું બીમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજતા પ્ર.નગર પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલની કેસ બારી પાસે તા. ૧૯ના રોજ એક ૫૫ વર્ષનો અજાણ્યો પુરૂષ બીમારી સબબ પડેલ હોઇ તેને સારવાર માટે વોર્ડ નં. ૬માં ખસેડયો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે તપાસ હાથ ધરી હતી.

રત્નોતરે તપાસ હાથ ધરી હતી. જે તે વખતે પ્રૌઢ પોતાનું નામ દિલીપભાઇ જગન્નાથભાઇ (ઉ.૫૫) જણાવ્યું હતું. બાદ ગઇકાલે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક પ્રૌઢના માથાના વાળ સફેદ, મોઢામાં ઉપરના ભાગે બે દાંત પડી ગયેલ છે. તેણે સફેદ શર્ટ અને સફેદ લેંઘો પહેરેલ છે. તેના જમણા પગમાં પાટો બાંધેલ છે. જો કોઇ આ પ્રૌઢના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:27 pm IST)