Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાત્રે ૧ર વાગ્યે રાજકોટના મજૂરને ખેડા ખાતે મદદ કરતા કલેકટર-પોલીસ કમિશ્નર

મજૂર પિતા ગુજરી જતા પહેલા મંજૂરી લેવા આવ્યો પછી એમને એમ ખટારામાં નીકળી ગયા...: પોલીસ કમિશ્નરે સામેથી ફોન કરી પૂછયું તો કીધુ કે હું નીકળી ગયો આથી નંબર અપાયા...બાદમાં ખેડા ખાતે રોકાતા વોટસએપ પર કલેકટરે મંજુરી આપી

રાજકોટ તા. ૧ : રાજકોટના એક મજૂર શંકર તેરસિંગ ભાભોરે રાજકોટ કલેકટર-પોલીસ કમિશ્નરને રાત્રે ૧ વાગ્યા સૂધી દોડાવ્યા હતા.

ઘટના એવી બની કે ઉપરોકત મજૂરના પીતા અવસાન પામતા તે મંજૂરી લેવા આવ્યો હતો, પરિણામે તેને તંત્ર દ્વારા વાહન નંબર લઇ આવવાનું-જણાવતા હમણા નંબર લઇ આવું તેમ કહી બપોરે નીકળી ગયો હતો.

આ પછી આ મજૂર નહી આપતા પોલીસ કમિશ્નરે રાત્રે તેને ફોન કર્યો તો કહ્યું કે પોતે તો દાહોદ જવા નીકળી ગયો છે, અને તંત્રને દોડધામ થઇ પડી હતી બાદમાં પોલીસ કમિશ્નરે નંબર આપી જણાવ્યું હતું. કે રસ્તામાં પ્રોબ્લેમ પડે તો ફોન કરજો.

આ દરમિયાન રાત્રે ૧૧ાા થી ૧રની વચ્ચે ખેડા ચેક પોસ્ટ ખાતે મજૂરને અટકાવતા તેનો ફોન આવ્યો અને રાત્રે જ કલેકટરે ખેડા કલેકટર સાથે વાત કરી આ મજૂરને રાજકોટથી દાહોદ જવા અંગે વોટસએપ ઉપર જ મંજૂરી આપી દીધી હતી.

આ મજૂર સાથે-તેના પત્ની ચંપાશંકર અને પૂત્ર સુરયો શંકરને મંજૂરી અપાઇ હતી.

(11:55 am IST)