Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧-૪-ર૦ર૦, બુધવાર
ચૈત્ર સુદ -૮, દુર્ગાષ્ટમી-ભવાની ઉત્પતિ, અશોક કલિકા પ્રાશન ૧૯-૧૯થી ર૭-૪૧,
ભદ્રા-૧પ-પ૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪૦,
સૂર્યાસ્ત-૭-૦૦
જૈન નવકારશી-૭-ર૮
ચંદ્રરાશિ-મિથુન (ક.છ.ઘ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૧ થી લાભ-અમૃત-૯-૪૬ સુધી, ૧૧-૧૮ થી શુભ-૧ર-પ૧ સુધી, ૧પ-પ૬ થી ચલ-લાભ-૧૯-૦૧ સુધી, ર૦-ર૮થી શુભ-અમૃત-ચલ-ર૪-પ૦ સુધી,
શુભ હોરા
૬-૪૧ થી ૮-૪૪ સુધી, ૯-૪૬ થી ૧૦-૪૭ સુધી, ૧ર-પ૧ થી ૧પ-પ૬ સુધી, ૧૬-પ૮થી ૧૭-પ૯ સુધી
બ્રહ્માંડના સિતારા
આજનો દિવસ ચૈત્ર સુદ-૮ ખૂબ જ મહત્વનો રહે છે. ચૈત્ર નવરાત્રીનો આજે આઠમો દિવસ છે. આવતીકાલે નવરાત્રી પૂર્ણ થશે. આ સમય દરમ્યાન માઇ ભકતો માતાજીની પ્રાર્થના આરતી પોતાની ઘરે બેસીને કરશે. અહીં માતાજીની ભકિતની સાથે સાથે જરૂરીયાત વાળી વ્યકિતઓને મદદ કરવી આપણી શકિત પ્રમાણે દાન પૂન કરવાથી માતાજી કૃપા કરશે અને પરિવારની સુખ સંપત્તિમાં વધારો થશે. તંદુરસ્તીમાં વધારો થશે. ઘરમાં બેસીને એક સાથે માતાજીને પ્રાર્થના કરવી કે આ વિશ્વની મહામારીમાંથી દેશ અને દુનિયાને બચાવે અને દુનિયાની રક્ષા કરો, રોજ કોઇ પણ વ્યકિતને ખાવાનું કે દવા કોઇ જરૂરી વસ્તુ આપશો તો જરૂરથી માતાજીની કૃપા રહેશે. રોજ સૂર્ય નમસ્કાર કરવા અને ઘરે બેઠા માતાજીના અને હનુમાનજીના દર્શન કરવા. માતાજી અને હનુમાનજી અચુક સહાય કરશે. ઘરમાં રહીને ઇશ્વરના આશિર્વાદ મેળવો-દેશની સેવા કરો.