Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
માગસર સુદ-૧,
તા.૨૭-૧૧-ર૦૧૯,બુધવાર
માર્તડ ભૈરવ ષડરાતોત્સવ, વિંછુડો,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્વિક
ચંદ્ર-વ્િાૃશ્વક
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૮,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૬
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન.ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૮ થી લાભ-અમૃત-૯-પ૧ સુધી, ૧૧-૧૩ થી શુભ-૧ર-૩પ સુધી, ૧પ-૧૮થી ચલ-લાભ-૧૮-૦૧ સુધી, ૧૯-૪૦ થી શુભ-અમૃત-ચલ-૦-૩પ સુધી
શુભ હોરા
૭-૦૮ થી ૮-પ૭ સુધી, ૯-પ૧ થી ૧૦-૪૬ સુધી, ૧ર-૩પ થી ૧પ-૧૮ સુધી, ક્ષ્૬-૧ર થી ૧૭-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
તંત્ર મંત્રની સફળતા માટે વ્યકિતએ પોતે જ તંત્ર સાધના કરવી પડે છે અને તોજ તે સિદ્ધ થાય છે. કોઇના કલ્યાણ માટે મંત્ર જાપ થઇ શકે છે રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવાથી પણ સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે તેવી જ રીતે માતાજીના ભકતો પણ પોતાની કુળદેવીના જાપ રોજ કરે તો તેમને પણ જીવનમાં અનુકુળતાઓ જોવા મલે છે. જો કોઇ એમ કહેતું હોય કે પોતાના શરીરમાં માતાજીનો પ્રવેશ થાય છે તો તે વાત સદંતર બકવાસ છે અને આવી વાતો કરનાર વ્યકિતનો ધંધો લોકોને છેતરવાનો હોય છે કોઇ બાબતમાં આવા ચક્કરમાં ન પડવું નહીંતર જીવનમાં આર્થિક અને સામાજીક તથા સમયનો વ્યય થાય છે. શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરવા.