Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-૬-ર૦૧૯ શુક્રવાર
જેઠ વદ-૪
વર્ષાઋતુ પ્રારંભ-દક્ષિણાયન 'યોગદિન',
વરસાદનો પ્રબળ યોગ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પથી ચલ-લાભ-અમૃત-૧૧-૦૮ સુધી, ૧ર-૪૯થી શુભ-૧૪-૩૦ સુધી, ૧૭-પર થી ચલ-૧૯-૩૩ સુધી, રર-૧૧થી લાભ-ર૩-૩૦ સુધી,
શુભ હોરા
૬-૦પ થી ૯-ર૭ સુધી,
૧૦-૩૪થી ૧૧-૪ર સુધી,
૧૩-પ૬ થી ૧૭-૧૮ સુધી-
૧૮-ર૬ થી ૧૯-૩૩ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે યોગ દિવસ છે. યોગ એ હિન્દુ-સંસ્કૃતિમાં હજારો વર્ષોથી સંકળાયેલ છે. આપણા ઋષિ મુનિઓ યોગથી પોતાના શરીરની તન્દુરસ્તી જાળવી રાખતા દરેક વ્યકિતએ પોતાની ઉંમર અને તન્દુરસ્તી પ્રમાણે રોજ યોગ કરવો જોઇએ. જેનાથી તન અને મન તન્દુરસ્ત રહે છે. યોગ કરવા માટે કોઇ ખર્ચ થતો નથી કોઇ રિએકસન આવતું નથી. દરેક શહેરમાં નિઃશુલ્ક યોગ સેમિનાર ચાલે છે. ઘણી બધી જગ્યાએ રોજ યોગના ફ્રી કેમ્પ ચાલે છે. જન્મકુંડલીમાં બળવાન ગુરૂ વાળી વ્યકિત અને બળવાન સૂર્ય વાળી વ્યકિત અથવા મંગળ વાળી વ્યકિતની બોડી ફીટનેશ સારી હોય છે અને તેઓ જ બીજા વ્યકિતને ખૂબજ સરળતાથી યોગ શીખવી શકે છે. જોકે જન્મના બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા રોજ સૂર્ય નમસ્કાર કરવા.