Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૮-૯-ર૦૧૯ રવિવાર
ભાદરવા સુદ-૧૦,ભાગવત સપ્તાહ પ્રારંભ મુંડિયા સ્વામી જયંતિ, રવિયોગ-અહોરાત્ર
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩ર,
સૂર્યાસ્ત-૭-પ૬
જૈન નવકારશી-૭-ર૦
ચંદ્રરાશિ-ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૬થી ચલ-લાભ-અમૃત-૧ર-૪પ સુધી, ૧૪-૧૮થી શુભ-૧પ-પ૧ સુધી, ૧૮-પ૭થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૮ સુધી
શુભ હોરા
૭-૩પથી ૧૦-૪૧ સુધી, ૧૧-૪૩ થી ૧ર-૪પ સુધી, ૧૪-૪૯થી ૧૭-પપ સુધી ૧૮-પ૭થી ૧૯-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જયારે લગ્નેશ કે અષ્ટમેષને કોઇ કનેકશન મલે છે ત્યારે વ્યકિતના જીવનમાં ખૂબજ તનાવ જોવા મલે છે આવા સમયે વ્યકિતએ દરેકબાબતમાં તર્કકતા રાખવી જોઇએ. નાની એવી ગફલત જીવનને બરબાદ કરી શકે છે. આવા સમયે નાની બિમારી પણ તકલીફમાં મૂકી શકે છે. દવાનું રીએકશન આવી શકે છે. બી.પી.ની વધઘટ કે ઓછી આવડત તમોને મોટુ નુકશાન કરી શકે છે. આવા સમયે રોજ સૂર્ય નમસ્કાર કરવા નવા ધંધામાં સાવધાની રાખવી. ઉધારીથી દૂર રહેવું અનજાન વ્યકિતઓથી સાવધાની રાખવી. અહીં જન્મકુંડલીનું લગ્ન સ્થાન અને તેનો માલીક આ સમયે કોઇ દવા કે ઇજેકશન લેવાથી રીએકશન આવી શકે છે. જન્મના ગ્રહો તમોને ભુલ કરાવી શકે છે. રોજ હનુમાનજીના દર્શન કરવા.