Gujarati News

Gujarati News

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા વદ - ૪ મંગળવાર
Showing : 1
  • જામનગરના કાલાવડના અમરનાથ યાત્રિકોને અકસ્માત : ભેખડ પડતા મનસુખભાઈ જેઠવાને ઇજા : રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ : કાલાવડના 11 શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ ગયેલા : બાબાના દર્શન કરીને પરત ફરતી વેળાએ ભેખડ પડતા ઇજા access_time 9:51 pm IST

  • ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગીર ગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન : ઉના તાલુકાના ગીર ગઢડા પંથકમાં જોરદાર વરસાદ ઉના તાલુકાના ગીર ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયેલું રહ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને હળવા-ભારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો: ગીર પંથકમાં લાંબી પ્રતીક્ષા બાદ મેઘાનું આગમન થતાં લોકોમાં ખુશાલી પ્રસરી હતી આ વરસાદ ગીરગઢડા ખાપટ સહિતના વિસ્તારોમાં હોવાનું જાણવા મળ્યુ છે access_time 5:14 pm IST

  • સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વિટર ઓડિટ અનુસાર વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાખો નકલી એકાઉન્ટ ફોલો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદી ટ્વિટર પર ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ છે અને તેમના 23 ટકા ફોલોઅર્સ ફેક છે. દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીના 43 મિલિયન ફોલોઅર્સમાંથી લગભગ 10 મિલિયન (1 કરોડ) ફોલોઅર્સ નકલી છે. જ્યારે રાહુલ ગાંધીના લગભગ અઢી મિલિયન (અઢી લાખ) ફોલોઅર્સ ફેક છે. ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહેતા સુષ્મા સ્વરાજના 21 ટકા ફોલોઅર્સ ફેક છે. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પક્ષને ફોલો કરનારાઓમાં 21 ટકા નકલી છે. જ્યારે ભાજપના 30 ટકા ફોલોઅર્સ નકલી છે. જેથી જો ટ્વિટર પોતાની પોલીસી હેઠળ આ નકલી એકાઉન્ટને સસ્પેન્ડ કે બ્લોક કરે તો તેમના ફોલોઅર્સની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થઇ શકે છે. access_time 12:14 am IST