Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020
મહેન્દ્રસિંહ પરમારના પુત્ર મનહરસિંહનું દુઃખદ અવસાનઃ બેસણું

રાજકોટઃ મહેન્દ્રસિંહ માનસિંહ પરમારના પુત્ર, દેવરાજસિંહના નાનાભાઈ તથા જીતેન્દ્રસિંહ ઝાલાના સાળા, મનહરસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૩૪) તા.૩ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ના તેમના નિવાસસ્થાને અક્ષરનગર-૩, પ્રજાપતીની વાડીવાળી શેરી લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૦૯૯૯ ૭૦૦૬૨ / ૭૪૦૫૪ ૫૦૧૦૨. હાલની પરીસ્થિતિમાં ફોનથી શોકસંદેશો પાઠવવો.

અવસાન નોંધ

પ્લાસ્ટીક હાઉસવાળા નરેશભાઈ અને પરેશભાઈના માતુશ્રીનું અવસાન

રાજકોટઃ સ્વ.છોટાલાલ હરિલાલ ગોટેચાના ધર્મપત્ની હસુમતીબેન છોટાલાલ ગોટેચા (નિવૃત આચાર્ય શાળા નંબર-૭) (ઉ.વ.૮૩) તે નરેશભાઈ, પરેશભાઈ (પ્લાસ્ટીક હાઉસ)ના માતુશ્રી તેમજ રૂપલબેન, સોનલબેનના સાસુ, ક્રિષ્ના અનુરાગ માલનીકા, શ્રેયા, યસના દાદીમા તેમજ ગટુલાલ દતાણીના પુત્રીનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાન રાખીને સ્વર્ગસ્થની તમામ લૌકીકક્રિયા બંધ રાખવામાં આવેલ છે. નરેશભાઈ ગોટેચા મો.૯૪૨૯૪ ૭૨૪૭૧, પરેશભાઈ ગોટેચા મો.૯૪૨૯૪ ૭૨૪૭૪

લોધીકાના બાલસરનાં હિરાભાઇ કુગશીયાનું અવસાન

રાજકોટ : લોધીકા તાલુકાનાં બાલસર ગામનાં હિરાભાઇ મુળુભાઇ કુગશીયા (ઉ.વ.૯પ) તે દેવાયતભાઇ હિરાભાઇ કુગશીયા અને પ્રભાતભાઇ હિરાભાઇ કુગશીયાના પિતાશ્રી તથા દિનેશભાઇ મેણંદભાઇ કુગશીયાના દાદાનુ તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે લૌકીક પ્રથા બંધ રાખેલ છે. મો. ૯૯૦૯૮ ૭૭૪૧૪, મો. ૯૯૦૪૩ રપ૭૪પ, મો. ૯૯૭૯૯ પ૧ર૯૯.

પુષ્કર્ણા બ્રાહ્મણ મહેન્દ્રભાઇ જોષીનું અવસાનઃ બેસણું-લૌક્કિ ક્રિયા બંધ

રાજકોટઃ મુળ જામનગર નિવાસી પુષ્કર્ણા બ્રાહ્મણ મહેન્દ્રભાઇ જમનાદાસ જોષી (ઉ.૭ર) તે પુષ્પકભાઇ જોષીના મોટાભાઇ તથા ઉત્તમભાઇ તેમજ રાજુભાઇના પિતાશ્રીનું આજે તા. ૪ને  શનિવારે દુઃખદ અવસાન થયું છે. વર્તમાન લોકડાઉનને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જામકંડોરણા-દુધીવદરના ૧૦૮ વર્ષના મણીબા પઢીયારનું દુઃખદ અવસાન

લીલાખાઃ જામકંડોરણા-મોટા દુધીવદરના રહીશ સ્વ. મેરૂજીબાપુ રાઘાજી પઢીયારના પત્ની મણીબા પઢીયાર (ઉ.વ. ૧૦૮) તે કનુભા મેરૂજી પઢીયારના માતુશ્રી તથા પ્રવિણસિંહ કનુભા પઢીયાર, દેવેન્દ્રસિંહ કનુભા પઢીયાર, મયુરસિંહ કનુભા પઢીયાર તથા પુત્રી ક્રિષ્નાબા મહાવીરસિંહ જાડેજા (જામનગર)ના દાદીમા તથા પ્રભાતસિંહ, તખુભાના મોટાબા તથા સ્વ. જાલુભા અમરસંગના કાકીમા તથા રવિરાજસિંહ પ્રવિણસિંહ અને જયવિરસિંહ મયુરસિંહ પઢીયારના દાદીમાનુ તા. ૩-૪ના અવસાન થયુ છે. પ્રવર્તમાન સંજોગોને અનુલક્ષીને મોબાઈલ પર દિલસોજી પાઠવવા જણાવાયુ છે.

જયેશભાઈ ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના જમનાદાસ મુળજીભાઈ ચાવડાના પુત્ર જયેશભાઈ જમનાદાસ ચાવડા (ઉ.વ.૫૯) જે આનંદ કૌલ્ડ્રિંકસ મીલપરા વાળા મહેશભાઈ ચાવડાના મોટાભાઈ તથા મેહુલભાઈ અને રચીતભાઈના પિતાશ્રીનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણં તા.૬ સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ ચાવડા- મો.૯૯૨૫૧ ૬૪૪૦૭, મેહુલભાઈ ચાવડા મો.૯૪૨૯૦ ૪૪૪૪૧, રચીતભાઈ ચાવડા મો.૮૭૩૪૯ ૨૦૫૧૭

ભરતભાઇ ટીલવા

રાજકોટ : ભરતભાઇ જેરામભાઇ ટીલવા (ઉ.વ. ૬૫) તે ગં.સ્વ. જીવતીબેન જેરામભાઇ ટીલવાના પુત્ર, મધુબેનના પતિ, મોહીત તથા હરીતના પિતા તથા હર્ષના કાકાનું તા. ૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું તેમજ લૌકીક ક્રીયા બંધ રાખેલ છે. (મોહીત- ૮૮૬૬૭ ૪૧૧૮૬, હરીત- ૯૯૦૪૪ ૧૦૫૫૯

સજજનબા જાડેજા

રાજકોટઃ મુળ ગામ ચાંદલી હાલ રાજકોટ સજજનસિંહ રણજીતસિંહ જાડેજા (બાપા કાકા)ના ધર્મપત્નિ સજજનબા સજજનસિંહ જાડેજા (ઉ.વ.૭૬) તે શિવરાજસિંહ તથા સિધ્ધરાજસિંહના માતુશ્રી અને અરવિંદસિંહ તથા પ્રતિપાલસિંહના દાદીમાં તા.૪ના રોજ અવસાન પામેલ છે. લૌકિકક્રિયા હાલના સંજોગોને ધ્યાને લઈને બંધ રાખેલ છે.

મુકુન્દભાઈ બોસમીઆ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ગિરધરલાલ નરભેરામ બોસમિઆના પુત્ર મુકુન્દભાઈ (ઉ.વ.૬૭) તે સ્વ.હસમુખભાઈના નાનાભાઈ અને  સ્વ.દિલીપભાઈ અને કૌશિકભાઈના મોટાભાઈ, પ્રશાંતના પિતાશ્રી, નિધીબેન શૈલેષભાઈ ભટ્ટ, પ્રિતિ, કિંજલના પિતાશ્રી, સત્યજીત, કૃષાલ, વિવેકના ભાઈજી, ફાલ્ગુન, ભાવિકના કાકા તા.૩ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૪ શનિવાર ઘરમેળે રાખેલ છે.

હિંમતલાલ સોની

થાનગઢ : થાનગઢ નિવાસી સોની ભુદરદાસ દેવશીભાઇ વડનગરાના મોટા પુત્ર હિંમતલાલ (ઉ.વ.૮૧) તે જયેશ, પરેશ તથા રાજેશના પિતા સ્વ. હમસુખભાઇ, નટવરલાલ, મહેન્દ્રભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. રમેશભાઇ તથા કાંતિભાઇના મોટાભાઇ, રાજકોટવાળા સ્વ. સોની લાલજીભાઇ નારણજીભાઇ રાણપરા (બરાડવાલા)ના જમાઇ રતિભાઇ, શાંતિભાઇ અને મુકેશભાઇના બનેવીનું તા.૩ને શુક્રવારે અવસાન થયેલ છે. હાલની કોરોના વાઇરસની મહામારીને લીધે લૌકિક વહેવાર તથા તમામ ક્રિયાઓ બંધ રાખવામાં આવેલ છે.

જ્યોતિબેન પારેખ

ગોંડલઃ મૂળ ગોંડલ હાલ મુંબઈ નિવાસી જ્યોતિબેન કીર્તિભાઈ પારેખ (ઉ.વ. ૬૫) તે કીર્તિ પ્રેસવાળા સ્વ. શાંતિલાલ પાનાચંદ પારેખના પુત્રવધુ તથા દીપકભાઈ, અતુલભાઈ (સુરધન ફોઈલ્સ)ના મોટા ભાભી તથા નેહલબેન, જયભાઈ, જીતભાઈના માતા તથા સ્વ. અમૃતલાલ ત્રિભોવનભાઈ દેસાઈ (સાવરકુંડલા)ના પુત્રીનું તા. ૨ના મુંબઈ ખાતે અવસાન થયું છે.

વીણાબહેન સુચક

રાજકોટઃ સ્વ. ધીરજલાલ રતનશી સૂચકના ધર્મપત્ની તે સ્વ. ભાણજીભાઇ પરસોતમભાઇ ગોંધીયા (ગોંડલ)ના પુત્રી વીણાબહેન ધીરજલાલ સૂચક તે મીનાક્ષીબેન ભરતભાઇ રાડિયા (લેસ્ટર), રાજેશભાઇ (એલ.આઇ.સી.) માલતીબેન (મીરા) સંજયભાઇ કોટક (બરોડા), નિલેશભાઇના માતુશ્રીનું આજરોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ભાણજીભાઈ બૌવા

રાજકોટઃ ભાણજીભાઈ હમીરભાઈ બૌવા (નિવૃત રેલ્વે કર્મચારી) તે કિશોરભાઈ બૌવાના પિતાશ્રી તા.૪ના રોજ રામચરણ પામેલ છે.

મંજુલાબેન પરમાર

રાજકોટઃ ઝાલાવાડી સઈ સુથાર સ્વ.નાથાલાલ ઈશ્વરલાલ પરમારના ધર્મપત્ની ગં.સ્વ.મંજુલાબેન નાથાલાલ પરમાર (ઉ.વ.૭૦) તે જીતેન્દ્રભાઈ, અતુલભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ તથા મનોજભાઈના માતુશ્રી તથા મયુરી, બીંજલ, અંજલી, પાર્થ, કેવલ તથા રીશીના દાદીશ્રી તથા ધીરજલાલ ઈશ્વરલાલ પરમાર (વીંછીયા) તથા સ્વ.ચંદ્રકાન્ત ઈશ્વરલાલ પરમાર (સુરત)ના ભાભીશ્રીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા, લૌકિક વ્યવહાર તથા બેસણું અનીવાર્ય સંજોગોને કારણે બંધ રાખેલ છે.

સુશીલાબેન શાહ

રાજકોટઃ નિવાસી દશા શ્રી માળી જૈન  સ્વ.નરેશભાઈ ધીરજલાલ શાહનાં ધર્મપત્નિ ગં.સ્વ.સુશીલાબેન (ઉ.વ.૮૦) તે સ્વ.ભગવતરાય તથા સ્વ.હર્ષદભાઈના ભાભી, નિલેશભાઈના માતુશ્રી તથા ચેતનાબેનનાં સાસુ તથા સ્વ.દીપકભાઈ, સુધીરભાઈ અને રાજેશ્રીબેનના કાકી, કૃપાલી તથા પાર્થના દાદીમાં, તે સ્વ.કાનજીભાઈ કપુરચંદ બાવીસીનાં પુત્રી તા.૩ને શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું તથા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મહેન્દ્રભાઇ ત્રિવેદી

મોરબીઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સ્વ. પ્રાણલાલ મૈયાશંકર ત્રિવેદી (પડવલાવાળા)ના પુત્ર મહેન્દ્રભાઇ (ઉ.વ.૬૩) તે રમણીકલાલ મોરબી (મો. ૮૩ર૦૬ ૩૭૧૧ર) નારદભાઇ (રાજકોટ ૯૮ર૪૧ પ૩૧૬ર) ના નાનાભાઇ તથા મનોજભાઇ મોટાભાઇ તે રવીભાઇ (સેન્ટ્રલ બેંક લાલપર મોરબી ૬૩પપપ૩ ૧૭૯૦)ના પિતાશ્રી તે સ્વ.દેવશંકર તથા સ્વ.ગૌરીશંકર (પડવલા)ના નાનાભાઇના પુત્ર તેમજ સ્વ. પ્રાણલાલ પોપટલાલ ઉપાધ્યાય (હડમતીયા જંકશન)ના જમાઇ તે રમેશભાઇ (હાલ જુનાગઢ) તથા કીર્તીકુમાર (રેલવે રાજકોટ)ના બનેવીનું તારીખ ૩-૪-ર૦ર૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન કોરોના વાયરસના સંજોગોમાં લૌકીક વ્યવહાર (ઉઠમણું તથા બેસણું) બંધ રાખેલ છે.

પ્રાણલાલભાઇ કેશવલાલ

જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પ્રાણલાલ કેશવલાલ શાસ્ત્રી (વ્યાસ) (ઉ.૮૭) (નિવૃત ઇરીગેશન સેકસન ઓફીસ, તે સ્વ. લલીતભાઇ, ગુણવંતરાય, મનસુખભાઇ, સ્વ. અનમુખરાય, કિશોરભાઇના મોટાભાઇ તથા મનીષભાઇના પિતાશ્રીનું તા. ૩ ના રોજ કૈલાસવાસ થયેલ છે.