Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પંજાબમાં 31 જાન્યુઆરી પછી 1 લાખ નહીં પણ 55 હજાર એનઆરઆઈ આવ્યા છે : સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

જલંધર : પંજાબ સરકારે એક સપ્તાહ પહેલા પંજાબમાં 31 જાન્યુઆરી પછી અંદાજે  1 લાખ જેટલા એનઆરઆઈ આવ્યા હોવાથી કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજ માગ્યું હતું. પરંતુ હવે  સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી તપાસ કરતા જાણવા મળ્યા મુજબ 1 લાખ નહીં પરંતુ 55669 એનઆરઆઈ આવ્યા છે.જેઓ સ્વૈચ્છિક પણે આઇસોલેટ થાય તો કોરોના ફેલાતો અટકાવી શકાય
વધુમાં જાણવા મળ્યા મુજબ આ માટે એરપોર્ટ સહિતના સ્થળેથી સૂચિ મંગાવાઈ છે તથા તાત્કાલિક આ અંગે કાર્યવાહી થઇ રહી હોવાનું પંજાબ સરકારે જણાવ્યું હતું જે દરમિયાન લોકો સહકાર આપે તેમ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)
  • દેશની ફલાઈટો બંધ થયા પહેલા અનેક લોકો ગુજરાત આવ્યા હતા જેથી ૧૦-૧૫ દિવસમાં કેસો વધી શકે : ડો.જયંતિ રવિ : દેશભરમાંથી ફલાઈટો બંધ કરાયા પહેલા લોકો ગુજરાત આવ્યા હતા જેથી હજુ ૧૦ થી ૧૫ દિવસમાં કેસમાં વધારો થઈ શકે છે : રાજયમાં ત્રણ પોઝીટીવ કેસ સુધારા ઉપર : નિર્ધારીત સમય બાદ બે વખત ટેસ્ટ કરતા તેમાં વાયરલ લોડમાં ઘટાડો : વડોદરાના એક પુરૂષ અને બે મહિલાના કેસ સુધારા ઉપર હોવાનું આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યુ હતું access_time 1:07 pm IST

  • નાણામંત્રી સિતારમણ બપોરે ર કલાકે દેશની બેંકોના એમડી તથા સીઈઓ સાથે ઓડીયો કોન્ફરન્સથી વાત કરશે access_time 1:25 pm IST

  • ઇટાલીમાં એક જ દિવસમાં કોરોનાના 1,000 મૃત્યુ નોંધાયા : ઇટાલીમાં કુલ 86,500 થયા : મૃત્યુઆંક 6000એ પહોંચવા આવ્યો access_time 12:28 am IST