Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

યુ.એસ.ના સુગરલેન્ડ ટેક્સાસમાં ગુજરાતી સાહિત્ય સરિતાની મીટીંગ યોજાઈ : મુખ્ય મહેમાન તરીકે હિન્દી લેખિકા તથા કવિયત્રી ડો.સરિતા મહેતાએ હાજરી આપી : હિન્દી સાહિત્ય સરિતા અને ગુજરાતી સાહિત્ય સરિતાનો સુભગ સમન્વય યોજાયો

ટેક્સાસ : યુ.એસ.ના હ્યુસ્ટનમાં છેલ્લા 20 વર્ષથી લેખકો,કવિઓ,તથા ગુજરાતી સાહિત્ય રસિકો આયોજિત ગુજરાતી સાહિત્ય સભાની મિટિંગ દર મહિને મળે છે.જેમાં 100 જેટલા મેમ્બર ધરાવતી આ સભાના 50 ઉપરાંત સભ્યો હાજરી આપે છે.

માર્ચ માસની મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે  હિન્દી લેખિકા તથા કવિયત્રી ડો.સરિતા મહેતાએ હાજરી આપી હતી.તથા હિન્દી કાવ્યો અને સાહિત્ય વિષયક ચર્ચાઓ કરી હતી.આ સભામાં જોગાનુજોગ  હિન્દી સાહિત્ય સરિતા અને ગુજરાતી સાહિત્ય સરિતાનો સુભગ સમન્વય યોજાયો હતો.ડો.સરિતા મહેતા તાજેતરમાં સ્થપાયેલા વિદ્યા ધામ યુ.એસ.એ.ના ચેર પરસન છે.

મિટિંગમાં ડો.ઇન્દુ શાહ,સુશ્રી ભાવના દેસાઈ,શ્રી નવીન બેન્કર,સુશ્રી ચારુબેન વ્યાસ,શ્રી પ્રશાંત મુન્શી,શ્રી જનાર્દન શાસ્ત્રી,શ્રી હસમુખ દોશી,તથા શ્રી ચીમનભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)
  • પક્ષનો આદેશ થશે તો ચોક્કસ લોકસભા ચૂંટણી લડીશ : અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રચાર કંપેન દરમિયાન નવનિયુક્ત કોંગ્રેસ સેક્રેટરી પ્રિયંકા ગાંધી access_time 8:30 pm IST

  • રેલ્વે ટિકીટો ઉપર મોદીનો ફોટો શા માટે? રેલ્વેને ચૂંટણીપંચનું પૂછાણ : દૂર કેમ ન કર્યા?: ચૂંટણીપંચે રેલ્વેને પૂછ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર શા માટે રેલ્વે ટિકીટો ઉપર છાપવામાં આવી છે : ચૂંટણીપંચે રેલ્વે મંત્રાલયને અને ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવી પૂછ્યુ છે કે શા માટે રેલ્વે ટિકીટો અને બોર્ડીંગ પાસ ઉપરથી વડાપ્રધાનની તસ્વીરો દૂર કરવામાં નથી આવી? આ પહેલા એર ઈન્ડિયાને ચૂંટણીપંચે નોટીસો આપી વિમાનના બોર્ડીંગ પાસ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની તસ્વીરો હટાવી લેવા આદેશ આપ્યા હતા access_time 11:33 am IST

  • જયારે ફારૂખ અબ્દુલ્લાનો નેશનલ કોન્ફરન્સ પક્ષ એનસી અને મહેબુબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી) પક્ષ બારામુલ્લા-જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ રેલીઓ આજે યોજી છે બંને પક્ષ વચ્ચે ચુંટણી જોડાણ છે access_time 3:29 pm IST