એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 27th March 2019

યુ.એસ.ના સુગરલેન્ડ ટેક્સાસમાં ગુજરાતી સાહિત્ય સરિતાની મીટીંગ યોજાઈ : મુખ્ય મહેમાન તરીકે હિન્દી લેખિકા તથા કવિયત્રી ડો.સરિતા મહેતાએ હાજરી આપી : હિન્દી સાહિત્ય સરિતા અને ગુજરાતી સાહિત્ય સરિતાનો સુભગ સમન્વય યોજાયો

ટેક્સાસ : યુ.એસ.ના હ્યુસ્ટનમાં છેલ્લા 20 વર્ષથી લેખકો,કવિઓ,તથા ગુજરાતી સાહિત્ય રસિકો આયોજિત ગુજરાતી સાહિત્ય સભાની મિટિંગ દર મહિને મળે છે.જેમાં 100 જેટલા મેમ્બર ધરાવતી આ સભાના 50 ઉપરાંત સભ્યો હાજરી આપે છે.

માર્ચ માસની મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે  હિન્દી લેખિકા તથા કવિયત્રી ડો.સરિતા મહેતાએ હાજરી આપી હતી.તથા હિન્દી કાવ્યો અને સાહિત્ય વિષયક ચર્ચાઓ કરી હતી.આ સભામાં જોગાનુજોગ  હિન્દી સાહિત્ય સરિતા અને ગુજરાતી સાહિત્ય સરિતાનો સુભગ સમન્વય યોજાયો હતો.ડો.સરિતા મહેતા તાજેતરમાં સ્થપાયેલા વિદ્યા ધામ યુ.એસ.એ.ના ચેર પરસન છે.

મિટિંગમાં ડો.ઇન્દુ શાહ,સુશ્રી ભાવના દેસાઈ,શ્રી નવીન બેન્કર,સુશ્રી ચારુબેન વ્યાસ,શ્રી પ્રશાંત મુન્શી,શ્રી જનાર્દન શાસ્ત્રી,શ્રી હસમુખ દોશી,તથા શ્રી ચીમનભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)