Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમેરિકામાં ગુજરાતી કલ્ચરલ એશોશિએશન શિકાગોના ઉપક્રમે દિવાળી ગાલા ફેસ્ટીવલ ઉજવાયોઃ ૧૫ નવેં.૨૦૧૯ના રોજ કરાયેલી ઉજવણીમાં મ્યુઝીકલ પાર્ટી,ડિનર, એવોર્ડ વિતરણ સહિત કાર્યક્રમો યોજાયા

શિકાગોઃ યુ.એસ.માં ગુજરાતી કલ્ચરલ એશોશિએશન શિકાગોના ઉપક્રમે ૧૫ નવેં.૨૦૧૯ શુક્રવારના રોજ દિવાલી ગાલા ફેસ્ટીવલ ઉજવાઇ ગયો.

મિડોઝ કલબ, ૨૯૫૦, W ગોલ્ફ રોડ, રોલીંગ મિડોસ, ઇલિનોઇસ મુકામે ઉજવાયેલ ફેસ્ટીવલમાં મયુરી મ્યુઝીકલ ગૃપના પ્રોગ્રામ ઉપરાંત દિવાળી ડિનરનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે શ્રીમતિ અમિષા પટેલએ સહુનું સ્વાગત કર્યુ હતું. તથા બેન્કવેટ ચેર શ્રી જયોતિન્દ્ર પટેલ તથા GCA ચેરમેન શ્રી કાંતિ એસ.પટેલને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. તથા ચિફ ગેસ્ટ શ્રી ડો.સુભાષ પટેલ, ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સુધાકર ડેલોલા, કોંગ્રેસમેન શ્રી રાજા કિશ્નામુર્થી, શ્રી કાંતિ તથા શ્રીમતિ જયોતિ પટેલ, શ્રી જયોતિન્દ્ર તથા શ્રીમતિ ગીતા પટેલ, સહિતના અગ્રણીઓના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. જે પ્રસંગે શ્રી અનિલ શાહ, ડો.અનુજા ગુપ્તા, શ્રી અશોક પંજાબી,શ્રી સલિલ મિશ્રા, શ્રી આમિર ચાલીસા, શ્રી સૃજલ પટેલ,શ્રીમતિ માલિની, ડો.નિતા પટેલ, શ્રી ભાઇલાલ પટેલ,શ્રી નિલેશ ટોપીવાલા, શ્રી મોહમ્મદ તારીક,શ્રી રિચાર્ડ બોકીન, શ્રી હરિ પટેલ,શ્રી મનુ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

ચિફગેસ્ટ શ્રી સુભાષ પટેલએ GCA સંચાલિત પ્રવૃતિઓને બિરદાવી હતી. કોમ્યુનીટી સેવાઓ માટે કાર્યરત શ્રી સૃજલ પટેલ તથા શ્રી પ્રજેશ પટેલને એવોર્ડ આી સન્માનિત કરાયા હતાં. ઉપરાંત અન્ય કોમ્યુનીટી અગ્રણીઓ,મેમ્બર્સ, અગ્રણી બિઝનેસમેન, સહિત સેવાભાવીઓનું સન્માન કરાયું હતું. જે અંતર્ગત લેસ્લી ડેન્ફોર્ડ, શ્રી મિતેષ પટેલ,શ્રી અનિલ શાહ, ડો. અનુજા ગુપ્તા, શ્રી અશોક પંજાબી શ્રી સલિલ મિશાર,  શ્રી મોહમ્મદ તારીક તથા શ્રીમતિ માલિનીને પૂષ્પગૂચ્છ આપી સન્માનિત કરાયા હતા. તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવાઇ હતી. ડિનર બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેવું શ્રી સુરેશ બોડીવાલાના અહેવાલ દ્વારા જાણવા મળે છે. 

(8:05 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટે સ્વામી નિત્યાનંદની બે મહિલા શિષ્યાઓને શોધી કાઢવા ભારતીય એલચી કચેરીઓની મદદ લેવા આદેશ આપ્યો : આ બંને પુખ્ત વયની યુવતિઓના માતા-પિતાએ તેમની પુત્રીઓનો કબ્જો મેળવવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી access_time 4:29 pm IST

  • નહેરુ હોકી ફાઇનલ દરમિયાન પંજાબ પોલીસ અને પીએનબીના ખેલાડીઓ વચ્ચે મારામારી : પંજાબ પોલીસ અને પંજાબ નેશનલ બેન્કના ખેલાડીઓ 56માં નહેરુ હોકી ટુર્નામેન્ટના ફાઇનલ દરમિયાન મેદાનમાં જ બાખડ્યા :રાષ્ટ્રીય મહાસંઘ હોકી ઇન્ડિયાએ આ ઘટનાનો હેવાલ સોંપવા આયોજકોએ કર્યો આદેશ :બંને ટીમો 3-3થી બરોબરી પર હતી અને દડો પંજાબ પોલીસના સર્કલમાં પીએનબી પાસે હતો ત્યારે કોઈ બાબતે ઝઘડો થયો access_time 1:08 am IST

  • મહારાષ્ટ્રમાં કર્ણાટક ૨૦૧૮નું પુનરાવર્તન : કર્ણાટકમાંમાં ભાજપના બીએસ યેદિયુરપ્પાએ સત્તા ગ્રહણ કર્યાના ૫૬ કલાકમાં રાજીનામુ આપવુ પડેલ જ્યારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ૮૦ કલાકમાં રાજીનામુ આપી દીધુ છે access_time 4:29 pm IST