Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

ન્યુયોર્કના પૂર્વ મેયર આફ્રિકન અમેરિકન ડેવિડ નોર્મન ડીંકીન્સને FIA ની શ્રદ્ધાંજલિ : FIA આયોજિત ઇન્ડિયા ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી : 23 નવેમ્બરના રોજ 93 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા

ન્યુયોર્ક : ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન ( FIA ) ના ઉપક્રમે તાજેતરમાં ન્યુયોર્કના પૂર્વ મેયર આફ્રિકન અમેરિકન  ડેવિડ નોર્મન ડીંકીન્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 ડેવિડ નોર્મન ડીંકીન્સનું 93 વર્ષની જૈફ વયે 23 નવેમ્બરના રોજ અવસાન થયું હતું.જેના એક મહિના પહેલા જ તેમના પત્નીનું અવસાન થયું હતું.

તેઓ અમેરિકન પોલિટિશિયન ,લોયર ,તથા ઓથર હતા.તથા તેમણે 1990 થી 1993 ની સાલ દરમિયાન ન્યુયોર્કના 106 ઠ્ઠા મેયર તરીકે ફરજ બજાવી હતી.  

તેઓ FIA દ્વારા ઉજવાતી ઇન્ડિયા ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા.તેમજ ફેડરેશન આયોજિત કાર્યક્રમોમાં હાજર રહેતા હતા.તેમની સ્મૃતિમાં ફેડરેશનના ઉપક્રમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું ડાઈસ્પોરાઃ દ્વારા જાણવા મળે છે.

(7:12 pm IST)