Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

" કોવિદ હીરો " : અમેરિકાના ન્યુયોર્કમાં ઉજવાયેલા દિવાળી ઉત્સવમાં ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણને કોવિદ હીરો એવોર્ડ આપી સન્માન કરાયું : નેપાળી અમેરિકન ,તથા રોટરી ક્લબ ઓફ ન્યુયોર્ક કવીન્સના ઉપક્રમે ઉજવાયેલા ઉત્સવમાં કોરિયન , નેપાળી ,સહીત 4 કોમ્યુનિટી પ્રતિનિધિઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા તથા લિટલ ઇન્ડિયા તરીકે ઓળખાતા જેક્સન હાઈટ ખાતેના ડાઇવર્સીટી પ્લાઝામાં 14 નવેમ્બરના રોજ દિવાળી ઉત્સવ ઉજવાઈ ગયો.

અંધકાર ઉપર અજવાસના વિજય તરીકે ઓળખાતો આ ઉત્સવ મુખ્યત્વે હિંદુઓ, બૌદ્ધ ધર્મીઓ ,શીખો ,તેમજ જૈનો સહીત જુદી જુદી કોમોના અબજો લોકો દ્વારા ઉજવાય છે.

હામી નેપાળી ગ્લોબલ એટલે કે નેપાળના 29.89 મિલિયન પ્રજાજનો તેમજ અમેરિકાના ન્યુયોર્કમાં વસતા 70 હજાર જેટલા નેપાળી અમેરિકન પ્રજાજનોના સંગઠન , તથા રોટરી ક્લબ ઓફ ન્યુયોર્ક કવીન્સ ,ના ઉપક્રમે યોજાયેલા આ દિવાળી ઉત્સવ અંતર્ગત હામી નેપાળી ગ્લોબલ દ્વારા જુદી જુદી ચાર કોમ્યુનિટીના આગેવાનોનું સન્માન કરાયું હતું.જેમાં સાઉથ એશિયન કોમ્યુનિટી અગ્રણી તથા નાસાઉ કાઉન્ટી પૂર્વ ડેપ્યુટી કન્ટ્રોલર જનરલ શ્રી દિલીપ ચૌહાણનું ભારતીય કોમ્યુનિટી પ્રતિનિધિ તરીકે સન્માન કરાયું હતું.કોરિયન  કોમ્યુનિટી પ્રતિનિધિ તરીકે શ્રી ચોન્ગ ડક બયાન , તથા નેપાળી કોમ્યુનિટી પ્રતિનિધિ તરીકે શ્રી લોકનાથ સીગડેલનું સન્માન કરાયું હતું.

આ તકે એવોર્ડ સ્વીકારતી વખતે શ્રી દિલીપ ચૌહાણે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કવીન્સ એ ઈમિગ્રન્ટ્સનું ઘર છે અને દિવાળી/તિહાર  તહેવારે કવીન્સને પૃથ્વી ઉપરનું  શ્રેષ્ઠ રંગીન સીટી બનાવી દીધું છે.વર્તમાન કોવિદ -19 ના સંજોગોમાં આપણી વચ્ચે 6 ફૂટનું અંતર પડી ગયું છે પરંતુ આ સંજોગોમાં પણ તમે સહુએ સેવાઓ આપી દિવાળી સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે.જેમકે કોઈએ ફૂડ વિતરણ ,તો કોઈએ ઝુમના માધ્યમથી મનોરંજન પૂરું પાડી લોકોને ઘરમાં રહેવાનો પણ આનંદ અપાવ્યો છે.તથા એકબીજાને મદદરૂપ લોકોના ચહેરા ઉપર ઉજાસ લાવી દઈ   થઇ ખરા  અર્થમાં દિવાળી તહેવારની સંસ્કૃતિ દીપાવી છે.તેવું શ્રી દિલીપ ચૌહાણના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)