Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

USના હયુસ્ટનમાં IAPAC તથા SIMA ના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલો લંચઓન પોગ્રામ: હરિકેન વાવાઝોડાના અસરગ્રસ્તોને અપાયેલી સહાયનો અહેવાલ રજુ કરાયો.

હયુસ્ટન :           યુ.એસ. માં સ્મોલ ઇન્ડિપેન્ડન્ટ મૉટેલ ઓનર્સ એશોશિએશન (SIMA) તથા ઇન્ડો અમેરિકન પોલિટિકલ એકશન કમિટી (IAPAC)ના સંયુક્ત ઉપક્રમે ૨૩માર્ચ ૨૦૧૮ ના રોજ બપોરે લાંચનો કાર્યક્રમ યોજાઇ ગયો.

            આ પોગ્રામ અંતર્ગત SIMA દ્વારા હેરિકેન વાવાઝોડાના અસરગ્રસ્તો માટે મેયર રિલીફ ફંડમાં અપાયેલ ડોનેશન તથા IAPAC દ્વારા અસરગ્રસ્તો માટે વિનામુલ્યે કરાયેલી રહેવાની તથા જમવાની વ્યવસ્થાનો અહેવાલ રજુ કરાયો હતો.

            પોગ્રામમાં ભારતના ડોપુટી કોન્સ્યુલ જનરલ શ્રી સુરેન્દ્ર અધાના સીટી કાઉન્સીલ મેમ્બર શ્રી હિમેશ ગાંધી, તથા  પોલિટિકલ ઓફિસીઝના ઉમેદવારો શ્રી કુલકર્ણી, શ્રી મેધાન સ્કોગિંગ્સ તથા સુશ્રી જુલી મેથ્યુ સહિતનાઓ હજર રહયા હતા. પ્રોગ્રામના મુખ્ય આયોજક શ્રી રામભદ્રએ સહુને આવકાર્યા હતાં. તથા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ હયુસ્ટનમાં વસતા ૧,૮૦,૦૦૦ જેટલા ઇન્ડો અમેરિકન સંચલિત ૪ ઓર્ગેનિઇઝેશન કોમ્યુનિટીના આધાર સ્તંભો હોવાનું જણાવ્યુ હતું . તેવું IAN દ્વારા જાણવા મળે છે.   

(7:17 pm IST)