Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અમેરિકાના એટલાન્‍ટામાં એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્‍મ ‘ભંવર'નો પ્રીમિયર શો યોજાયોઃ નવેય પ્રકારની વિદ્યામાં પારંગત તેવા કઠપૂતળીના કલાકારની વેદના અને સપનાને વાચા આપતી ફિલ્‍મએ દર્શકોની આંખો ભીની કરી દીધી

એટલાન્‍ટાઃ ૨૨મી એપ્રિલે રવિવારની બપોરે એટલાન્‍ટા ખાતે ગોકુળધામના જગદ્દગુરુ હોલમાં લગભગ ૩૦૦ પ્રેક્ષકોની હાજરીમાં, ગોકુળધામ હવેલી, ગુજરાતી લીટરરી સોસાયટી અને કલાગુર્જરીના સંયુક્‍ત ઉપક્રમે એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્‍મ ભંવરનો પ્રીમીયર શો યોજાઈ ગયો.

અર્બન ગુજરાતી ફિલ્‍મોમાં ભંવર એક એકદમ અનોખી વાત લઇને આવે છે અને અને સંવેદનાને ઝંકૃત કરી જાય છે. ફિલ્‍મના અંતમાં ભાગ્‍યે જ કોઇ એવી આંખ હશે જે

ભીની ન થઇ હોય. કઠપૂતળીના કલાકારની વેદના અને એના સપનાંને વાચા આપતી આ ફિલ્‍મ જાણે અજાણે ક્‍યારે આપણી જ વાત બની જાય છે એનો જરાય ખ્‍યાલ રહેતો જ નથી. નવેમ્‍બર ૨૦૧૭ માં આ ફિલ્‍મ ગુજરાતમાં રજુ થતાની સાથે જ ખૂબ સફળ રહી. ફિલ્‍મના ગીતકાર, કોરિયોગ્રાફર, પ્રોડયુસર, ડાયરેક્‍ટર શ્રી અદિતી

ઠાકોરને આ ફિલ્‍મ માટે બેસ્‍ટ ફીચર ફિલ્‍મનો ક્રિટિક્‍સ એવોર્ડ મળ્‍યો. સાથે સાથે ફિલ્‍મ ટ્રાંસમીડિયા ગુજરાતી એવોર્ડ ફંક્ષનમાં ૧૪ કેટેગરીમાં નોમીનેટ થઇ. આવી આ સુંદર ફિલ્‍મને સૌ પ્રેક્ષકોએ એકી અવાજે વખાણી.

કાર્યક્રમની શરુઆતમાં સૌ મહેમાનોએ ભોજનને ન્‍યાય આપ્‍યો. ફિલ્‍મ શરુ થતા પહેલાં ગોકુળધામના ર્ટ્‍સ્‍ટી શ્રી અશોકભાઇ પટેલ, શ્રી તેજસભાઇ પટવા, કલાગુર્જરીના શ્રી મુસ્‍તફાભાઇ અજમેરી, એટલાન્‍ટાના વાઇસ કોન્‍સ્‍યુલેટ જનરલ શ્રી ડી. વી. સીંગ સાહેબ અને ગુજરાતી લીટરરી સોસાયટીના શ્રી ચિરાગભાઇ ઠક્કરે સાથે મળીને શ્રી અદિતી ઠાકોરનું શાલ ઓઢાડીને સન્‍માન કર્યું. ત્‍યારબાદ સૌએ ફિલ્‍મને આનંદથી માણી અને ફિલ્‍મના અંતે સ્‍ટેન્‍ડીંગ ઓવેશન આપીને વધાવી લીધી. શ્રી અદિતી ઠાકોરે એમના આભાર પ્રવચનમાં ફિલ્‍મ મેકીંગ વિશે વાત કરતાં જણાવ્‍યુંકે આ ફિલ્‍મ બનાવતા એમને પાંચ વરસ થયા. કઠપૂતળીની કલા આજકાલ લુપ્ત થઇ રહી છે.

કઠપૂતળીનો ખેલ કરતા કલાકારે નવ પ્રકારની વિધામાં પારંગત હોવું જરુરી છે. આ જ એક વાતે એમને આ ફિલ્‍મ બનાવવાની પ્રેરણા આપી.

શ્રી ચિરાગ ઠક્કરે ખૂબજ સુંદર રીતે પ્રશ્નોત્તરી સેશનનું સંચાલન કર્યું. કાર્યક્રમના મુખ્‍ય મહેમાન અને સેન્‍ટર ફોર પપેટરી આર્ટસના ચેરમેન શ્રી વીર નંદાએ એમના ટૂંકા પ્રવચનમાં અદિતીબેનના પ્રયત્‍નને બીરદાવ્‍યો અને પૂરા સહકારની ખાતરી આપી. છેલ્લે એટલાન્‍ટાના જાણીતા અને સૌના ચાહતિા પ્રોગ્રામ આયોજક શ્રી મુસ્‍તફાભાઇ

અજમેરીએ આવેલા સૌ મહેમાનોનો અને ખાસ ગોકુળધામના સ્‍વયંસેવકોનોᅠઆભાર માન્‍યો. સૌ એક સુંદર ફિલ્‍મ માણ્‍યાના આનંદ સાથે છૂટા પડયા તેવું શ્રી નિમિષ સેવકની યાદી જણાવે છે.

(11:38 pm IST)