Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાકિસ્તાનમાં અત્યાચાર અને ગરીબીથી ત્રસ્ત હિંદુઓ ઇસ્લામ ધર્મ અપનાવવા મજબુર બની રહ્યા છે : મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન થઇ રહ્યું હોવાનો ચોંકાવનારો અહેવાલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા હિંદુઓ અત્યાચાર અને ગરીબીથી ત્રસ્ત થઇ મજબૂરીથી ઇસ્લામ ધર્મ અપનાવી રહ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે.અવારનવાર હિન્દૂ યુવતીઓના અપહરણ ,બળાત્કાર ,અને ધર્મ પરિવર્તન કરાવી ફરજીયાત શાદી કરવાના બનાવો બની રહ્યા છે.તે વચ્ચે હવે હિંદુઓમાં ગરીબીએ પણ ભરડો લીધો હોવાનું જાણવા મળે છે.કારણકે નોકરી મેળવવામાં તેમજ જમીન મકાનની ખરીદી ,શિક્ષણ સહીત દરેક બાબતમાં ભેદભાવ  રાખવામાં આવી રહ્યો છે. તેથી અત્યાચાર અને ગરીબીની ચુંગાલમાંથી મુક્ત થવા હિંદુઓ સામુહિક પણે મુસ્લિમ ધર્મ અપનાવી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)
  • ટંકારાનો વરસાદી માહોલ:બંગવાડી ડેમ અને મોરબીનો મચ્છુ 3 ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં:રાજકોટ હાઇવે પર અનેક જગ્યા વૃક્ષો અને હોર્ડિંગ થયા ધરાશાઈ access_time 10:22 pm IST

  • ૧૬ ઓગષ્ટથી વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરૂ થઈ જશે access_time 11:00 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં નવા 56,626 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 19,63,239 કેસ થયા :5,49,850 એક્ટિવ કેસ :કુલ 13,27,200 દર્દીઓ રિકવર :વધુ 919 લોકોના મોત :મૃત્યુઆંક 40,739 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,309 કેસ : તામિલનાડુમાં નવા 5175 કેસ :દિલ્હીમાં 1076 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10,128 કેસ: કર્ણાટકમાં નવા 5619 કેસ :ઉત્તર પ્રદેશમાં 4078 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2816 કેસ :બિહારમાં 2701 નવા કેસ, તેલંગાણામાં 2012 કેસ,રાજસ્થાનમાં 1166 કેસ અને આસામમાં 2284 નવા કેસ અને ઓરિસ્સામાં 1337 કેસ અને કેરળમાં પણ 1195 કેસ નોંધાયા access_time 1:05 am IST