Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

યુ.એસ.ના સેરિટોસમાં ૨૬ ઓકટો.૨૦૧૯ના રોજ ભવ્ય દિવાળી ઉત્સવ ઉજવાયોઃ ઇન્ડિયન ફેશન વીક તથા મેસીસના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં ડાન્સ,ફેશન શો, સહિત વિવિધ આયોજનો કરાયા

સેરિટોસઃ યુ.એસ.માં લોસ એન્જલસ ઇન્ડિયન ફેશન વીક તથા મેસીસના સંયુકત ઉપક્રમે સેરિટોસમાં ૨૬ ઓકટો.૨૦૧૯ના રોજ ભવ્ય દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો.

આ પ્રસંગે સુશ્રી સ્મિતા વસંતએ દિવાલી પર્વ વિષે પ્રાસંગિક ઉદબોધન કર્યુહતું. ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ શ્રી પરિમલ શાહ તથા સેક્રેટરી શ્રી યોગી પટેલએ મેગન પિકાઝોને પ્રશસ્તિપત્ર એનાયત કર્યુ હતું. કાઉન્સીલ મેમ્બર શ્રી અલી સજજદ તાજએ પણ સુશ્રી સ્મિતા તથા મેગન પિકાઝોને સિટી ઓફ આર્ટેસિયા કોઇન આપી બહુમાન કર્યુ હતું.

ઉજવણી દરમિયાન, ડાન્સ,ફેશન શો, સહિત વિવિધ આયોજનો કરાયા હતા.

(8:17 pm IST)