Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી ચાઈનીઝ રાજદૂતની કઠપૂતળી : ભારત સાથેના સીમા સંઘર્ષમાં વુહાન કનેક્શન ખુલ્યું : સત્તાધારી પાર્ટીમાં બે ફાંટા પડવાની તૈયારી

કાઠમંડુ : નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્માની ખુરશી હાલક ડોલક થવા લાગી છે.તેમની સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ ખુદ તેમનાથી નારાજ છે.અને તેઓ ચીનના ઈશારે ભારત સાથે સીમા સંઘર્ષ કરી  રહ્યા હોવાનું અને ચાઈનીઝ રાજદૂતની કઠપૂતળી તરીકે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત સાથે સીમા સંઘર્ષ કરાવવામાં ચીનનો હાથ છે.જે બાબતથી વિરોધ પક્ષો ઉપરાંત ખુદ સત્તાધારી પાર્ટીના સભ્યો પણ નારાજ છે. 

(1:14 pm IST)
  • " હર ઘર જલ " : ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે : મુખ્યમંત્રી યોગીએ દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ' જલ જીવન યોજનાનો શુભારંભ કર્યો : 2185 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી access_time 8:24 pm IST

  • રાત્રે જામનગરના દિગ્જામ ફલાય ઓવર ઉપર રોંગ સાઇડ રિક્ષાનો અકસ્માત : વિશાલ ઇન્ટરનેશનલ પાસે રીક્ષા ચાલક પોતાની રિક્ષા રોંગ સાઈડમાં ચલાવી જતા એક્સીડન્ટ સર્જાયું હતું રેલ્વેના પાટા ઉપરનો ઓવર બ્રિજમાં અકસમાત સર્જાતા ભાનુશાળી યુવાન ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે access_time 1:30 am IST

  • વધુ એક આતંકીને ફુંકી મારવામાં આવ્યા : જમ્મુ-કાશ્મીરમાં લશ્કરે આતંકીઓની ઘુસપૈઠને નાકામ બનાવી એડા ત્રાસવાદીને ઉડાવી દીધેલ છે. એકે-૪૭ રાઇફલ કબ્જે લીધી. સર્ચ ચાલુ access_time 12:57 pm IST