એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 1st July 2020

નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલી ચાઈનીઝ રાજદૂતની કઠપૂતળી : ભારત સાથેના સીમા સંઘર્ષમાં વુહાન કનેક્શન ખુલ્યું : સત્તાધારી પાર્ટીમાં બે ફાંટા પડવાની તૈયારી

કાઠમંડુ : નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્માની ખુરશી હાલક ડોલક થવા લાગી છે.તેમની સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ ખુદ તેમનાથી નારાજ છે.અને તેઓ ચીનના ઈશારે ભારત સાથે સીમા સંઘર્ષ કરી  રહ્યા હોવાનું અને ચાઈનીઝ રાજદૂતની કઠપૂતળી તરીકે કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત સાથે સીમા સંઘર્ષ કરાવવામાં ચીનનો હાથ છે.જે બાબતથી વિરોધ પક્ષો ઉપરાંત ખુદ સત્તાધારી પાર્ટીના સભ્યો પણ નારાજ છે. 

(1:14 pm IST)