Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ભારતમાંથી બાળક દત્તક લેવા આવેલા અમેરિકન દંપત્તિની કઠણાઈ : દત્તક બાળકી સાથે 26 માર્ચના રોજ જવાની ટિકિટ હતી : 25 માર્ચથી લાગુ કરાયેલ લોકડાઉનને હિસાબે રોકાઈ જવા મજબુર બન્યા

ન્યુદિલ્હી : ભારતમાંથી બાળક દત્તક લેવા માટે અમેરિકાના જ્યોર્જિયાથી આવેલા એક અમેરિકન કપલે ભારત આવી પુત્રી દત્તક લીધી છે.6 માર્ચના રોજ બાળકી દત્તક લીધા બાદ તેના પાસપોર્ટ ,વિઝા ,સહિતની કાર્યવાહી પુરી કરીને 26 માર્ચના રોજ તેઓ દત્તક પુત્રી સાથે જ્યોર્જિયા જવા રવાના થવાના હતા.પરંતુ ભારતમાં 25 માર્ચથી 3 સપ્તાહનું લોકડાઉન અમલી બનતા તેઓ રોકાઈ જવા મજબુર બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:09 pm IST)