Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નિજામુદીન મરકજઃ દિલ્લીની ૧૪ મસ્‍જીદોમાં રોકાયેલ જમાતના લોકો પર પણ કાર્યવાહી થશે

નવી દિલ્લીઃ તબલીગી જમાતના મૌલાના સાદ વિરૂધ્‍ધ દિલ્લી પોલીસ પહેલાજ એફ.આઇ.આર. દાખલ કરી ચૂકી છે. હવે દિલ્લી પોલીસએ દિલ્લીના સ્‍વાસ્‍થ્‍ય વિભાગને પણ એક પત્ર લખ્‍યો છે. લેટરમાં કહેવામાં આવ્‍યું છે કે દિલ્લીના અલગ-અલગ વિસ્‍તારોમાંની ૧૪ મસ્‍જિદોમાં સરફજથી જોડાયેલ વિદેશી અને ભારતીય રોકાયા હતા. આના વિરૂધ્‍ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી કોરોના વાયરસને ફેલાતો રોકી શકાય. આ પત્ર સચિવને સ્‍પેશ્‍યલ ક્રાઇમ બ્રાંચ દ્વારા મોકલાયો છે.

મરકજના વકીલ ફૈઝલ અયુબીનું કહેવું છે કે મરકજની તરફથી એસ.ડી.એમ.ને કફર્યુ પાસ માટે પત્ર લખવામાં આવ્‍યો હતો. ૧૭ ગાડીઓના પાસની માંગ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે નીકળવું મુશ્‍કેલ હતું, ટ્રેન બંધ થઇ ચૂકી હતી.

(10:36 pm IST)