Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોન લેનારાની અવઢવનો અંત : રાષ્ટ્રીયકૃત બેન્કોના ગ્રાહકો માટે રાહતના સમાચાર : લોનના હપ્તા 3 મહિના માટે લંબાવી દીધા : હવે હપ્તો ભરવાના એસએમએસ નહીં આવે : ટ્વિટર પર કરી જાહેરાત : ખાનગી બેંકો પણ ટૂંકમાં કરી શકે છે ઘોષણા

મુંબઈ : વર્તમાન કોરોના વાઇરસના સંજોગો  અને 3 સપ્તાહના લોકડાઉનને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેર કર્યું હતું કે જે લોકોએ રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી લોન લીધી છે તેમને ત્રણ મહિનાનો સમયગાળો લંબાવી દેવાશે તેથી માર્ચ , એપ્રિલ, અને મે  મહિનાના હપ્તા ત્રણ મહિના માટે લંબાવી દેવાયા હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમ છતાં બેંકો દ્વારા હપ્તા ભરવાનો સમય થઇ ગયો છે તેવા એસએમએસ આવવાનું શરૂ થઇ ગયું હતું તેથી લોકો અવઢવમાં હતા
આ સંજોગો વચ્ચે પંજાબ એન્ડ સિંધ બેન્ક ,કેનેરા બેન્ક ,આઈડીબીઆઈ સહિતની બેન્કોએ ટવીટરના માધ્યમ દ્વારા લોનધારકોને લોનની મુદત ત્રણ મહિના માટે લંબાવી દીધી છે તેવી શરૂ  કરી દીધી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:29 pm IST)