Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

*બપોરે ૪ વાગ્યે : કોરોનાના દેશમાં બપોર સુધીમાં ૨૨૭ નવા કેસ : એક જ દિવસમાં જબરી છલાંગ મારી

*યુપીમાં  કોરોના વાયરસના ૧૦૦ કેસ

*રાજસ્થાને ગુજરાતના શ્રમિકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવા ઈન્કાર કર્યો

*ઈન્ડીયન આર્મીના સંસ્થાનોમાં ૧૭ ભારતીયોને કોરોના પોઝીટીવ આવેલ છે

*ઈરાનમાં વધુ ૧૪૧ કોરોના મોતઃ કુલ આંક ૨૮૯૮

- આઠ લાખ લોકોને આંબવા આવેલ કોરોના મહામારી : કુલ કેસ ૭,૮૯,૨૪૦ : ૩૮૦૯૨ મોત ૧,૬૬,૫૦૬ સાજા

અમેરિકા : કેસ - ૧,૬૪,૩૫૯ * મોત - ૩,૧૭૩

ઈટાલી : કેસ - ૧,૦૧,૭૩૯ * મોત - ૧૧,૫૯૧

સ્પેન : કેસ - ૮૭,૯૫૬ * મોત - ૭,૭૧૬

ચીન : કેસ - ૮૧,૫૧૮ * મોત - ૩,૩૦૫

જર્મની : કેસ - ૬૭,૦૫૧ * મોત - ૬૫૦

ફ્રાન્સ : કેસ - ૪૪,૫૫૦ * મોત - ૩૦૨૪

ઈરાન : કેસ - ૪૧,૪૯૫ * મોત - ૨,૭૫૭

યુ.કે. : કેસ - ૨૨,૧૪૧ * મોત - ૧,૪૦૮

ભારત : કેસ - ૧,૩૫૦ * મોત - ૪૦

પાકિસ્તાન : કેસ - ૧,૮૬૫ * મોત - ૨૫

- કર્ણાટકમાં બેંગ્લોર સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે ૧૨૦૦૦ બોગસ એન-૯૫ માસ્કનો જથ્થો જપ્ત કર્યો છે

- અમેરિકામાં ૪૦૦ નર્સીંગ હોમમાં કોરોના વાયરસના કન્ફર્મ કેસો

- કેરળ સરકારે જાહેર કર્યા અનુસાર રાજયમાં ૬૮ વર્ષના એક વૃદ્ધનું કોરોનાથી મોત થયુ છે : રાજયમાં કોરોનાથી આ બીજુ મોત થયુ છે

- ટેકસાસ ખાતે આવેલ એક યુનિવર્સિટીએ એક ઓટોમેટીક, હાથમાં પકડી શકાય અને સાવ ઓછુ ખર્ચાળ શ્વસન ઉપકરણ વિકસાવ્યુ છે જે કોરોના સામે લડવા માટે બહુ જલ્દી ઉપયોગમાં લઈ શકાશે

- મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયા મુજબ ૫ નવા કેસો (મુંબઈ - ૧, પુણે - ૨ અને બલ્ધાના - ૨ મહારાષ્ટ્રમાં નોંધાયા છે : રાજયમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા ૨૨૫ થઈ છે

- યોગી આદિત્યનાથે રાજયની બધી ખાનગી હોસ્પિટલો તાત્કાલીક ચાલુ કરવાનો હુકમ કર્યો છે

- ન્યુયોર્ક પોલીસના ઓછામાં ઓછા ૯૩૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે

- વૈશ્વિક બજારના વધારાની સાથે જ સેન્સેકસ ખૂલતાની સાથે જ ૮૫૦ પોઈન્ટ ઉછળીને ૨૯૩૦ પહોંચ્યો હતો, જયારે નીફટી ૮૫૦૦થી ઉપર પહોંચ્યો છે

- દેશમાં કોરોનાના ૯૮ નવા કેસ આજે નોંધાયા છે

- દિલ્હીમાં ૨૦ હજાર મકાનોને 'હોમ કવોરન્ટાઈન' તરીકે જાહેર કરવામાં આવ્યા

(4:14 pm IST)