Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન ઇફેકટઃ વધી જશે તમારા પ્રીપેડ પ્લાનની વેલીડીટી

TRAIએ ટેલિકોમ કંપનીઓને લખ્યો પત્ર

નવી દિલ્હી, તા.૩૧: ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે (TRAI) ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહ્યું છે, TRAIએ આમ કોરોના વાયરસ લોક ડાઉનના કારણે કર્યુ છે. TRAIએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લોકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય.

એક રિપોર્ટ અનુસાર ૨૯ માર્ચે TRAIએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી વધારવા માટે જરૂરી પગલા લે.

આ સાથે જ TRAIએ આ તમામ કંપનીઓ પાસે જાણકારી પણ માગી છે કે નેશનલ લોકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઇ અડચણ વિના સર્વિસ ચાલુ રાખવા માટે કંપનીઓ કયા કયા પગલા લઇ શકે. રિપોર્ટ અનુસાર TRAIએ કહ્યું કે, ટેલિકમ્યુનિકેશનને એસેંશિયલ સર્વિસ માનતા આ લોકડાઉનથી અલગ રાખવામાં આવ્યુ છે અને તેને બંધ નથી કરવામાં આવ્યુ.

જણાવી દઇએ કે આ કંપનીઓના ટોટલ કસ્ટમર્સનનો વધુ હિસ્સો પ્રીપેડ યુઝર્સ છે. તેવી સ્થિતિમાં પ્રીપેડ યુઝર્સની વેલીડીટી વધારવાનું કહેવામાં આવ્યું છે. TRAIએ કહ્યું કે જો લોકડાઉનથી ટેલીકોમને અલગ રાખવાનો હેતુ એ પણ છે કે આ કંપનીઓની કસ્ટમર સર્વિસ અને પોઇન્ટ ઓફ સેલ લોકેશન પ્રભાવિત ન થાય.

TRAIના આ પત્ર પર હાલ કોઇનું નિવેદન નથી આવ્યું અને ન તો કોઇ કંપનીએ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે અત્યાર સુધી વેલીડીટી વધારવાની ઘોષણા કરી છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી એકસટેંડ કરવાની ઘોષણા કરશે.

કોરોના વાયરસ આઉટબ્રેકને ધ્યાનમાં લેતા ભારત સરકારે દેશભરમાં ૨૧ દિવસો સુધી લોકડાઉન કર્યુ છે. આવી સ્થિતિમાં જો કંપનીઓ પોતાના તમામ પ્રીપેડ યુઝર્સ માટે પ્લાન એકસટેંડ કરે તો આ યુઝર્સ માટે મોટી ખુશખબર હશે.

(10:26 am IST)