Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જાન જોખમમાં નાખવાની જીદઃ લોકડાઉન અને ૧૪૪મી કલમનો ખુલ્લેઆમ ભંગ

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સમગ્ર દેશ લોકડાઉન છે. ઠેરઠેર ૧૪૪મી કલમ લાગેલી છે. વડાપ્રધાન સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકોને ઘરમાં જ રહેવા અને બહાર નહી નિકળવા અપીલ કરી છે, પરંતુ લોકો સમજતા નથી કોઈપણ ભોગે પોતાના ઘરે પહોંચવાની જીદ પકડીને બેઠા છે. કાનપુરમાં રામાદેવી હાઈવે પાસે અનાજ ભરેલો ટ્રક દેખાતા જ દિલ્હીથી બિહાર જઈ રહેલા લોકો ટ્રકમાં આ રીતે લટકી ગયા હતા અને સરકારી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. લોકો જો આ રીતનો વ્યવહાર કરતા રહેશે તો કોરોના મહામારી દેશમાં ફાટી નીકળશે જે નક્કી છે.

(10:24 am IST)