Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

'કોરોના' સામે લડવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 'પીએમ કેર્સ' ફંડમાં ૫૦૦ કરોડનું પ્રદાન

કંપની દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ રૂ. ૫-૫ કરોડ અર્પણ : મુકેશ અંબાણી - નીતા અંબાણીની જાહેરાત

જામનગર તા. ૩૧ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ આજે કોરોના વાયરસ સામેની દેશની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રીની અપીલ પર પીએમ કેર્સ ફંડમાં રૂ. ૫૦૦ કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી.

આરઆઈએલએ પીએમના ફંડમાં નાણાકીય પ્રદાન કરવા ઉપરાંત એવી જાણકારી પણ આપી હતી કે, કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંનેની રાજય સરકારોને કોવિડ-૧૯ સામેની તેમની લડાઈમાં ટેકો આપવા રૂ. ૫ કરોડ – રૂ. ૫ કરોડ પણ આપ્યાં છે.

આરઆઈએલએ કોરોનાવાયરસ સામેની લડાઈને કારણે ઊભી થયેલા અભૂતપૂર્વ પડકારો સામે વિજય મેળવવા અને લડવા દેશને તૈયાર રાખવા, દેશવાસીઓને ભોજન પૂરું પાડવા, પુરવઠો પૂરો પાડવા, સલામત રાખવા, જોડાયેલા રાખવા અને તેમનો જુસ્સો જાળવી રાખવાની સુનિશ્ચિતતા કરવા એની ૨૪*૭, બહુપાંખીયો, વાસ્તવિક અભિગમ પણ જાળવી રાખ્યો છે.

આરઆઈએલએ કોવિડ-૧૯ સામેના એકશન પ્લાન પર રિલાયન્સ ફેમિલીની તાકાત લગાવી દીધી છે. આરઆઈએલ અને એની પ્રેરિત ટીમ શહેરો અને ગામડાઓમાં, માર્ગો અને શેરીમાં, કિલનિક અને હોસ્પિટલોમાં, ગ્રોસરી અને રિટેલ સ્ટોર્સમાં યુદ્ઘના ધોરણે કાર્યરત છે તેમજ દેશની સેવા કરવા વધુ ક્ષમતા સાથે કામ કરે છે.

આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશને કેટલીક પહેલો સાથે સંલગ્ન નોંધપાત્ર પ્રયાસ સાથે આગેવાની લીધા છે. એમાં સામેલ છેઃ

આ સમયાંતરે યોગ્ય નાણાંકીય સહાય ઉપરાંતની રિલાયન્સની દેશ પ્રત્યેની સમગ્રતયા પ્રતિબધ્ધતાને વ્યકત કરે છે. ભારતીય ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ અને સંભાળલેનારાઓ, સરકારી અધિકારીઓ, પોલિસ, શાંતિ સ્થાપક દળો, પરિવહન અને જરૂરી પુરવઠો પૂરો પાડનારો અને ઘરમાં રહેતાં કરોડો ભારતીયો સહિતના આ જંગમાં પ્રદાન આપતા લાખો લોકોની કાર્યક્ષમ સહાય વ્યવસ્થા તરીકે કંપની અને તેના કર્મચારીઓ દૈનિક ધોરણે દેશની સેવામાં રહેશે.

રિલાયન્સ ખાસ કરીને અમારા વિવિધ વિભાગોના આવશ્યક કર્મચારીઓ, અમારા પોતાના હિરોની પ્રશંસનીય કામગીરીની નોંધ લે છે, જેઓ ફ્રંટલાઇન ફોર્સ ઉપરાંત ઘરમાં રહીને લડાઇ આપી રહેલા લોકોને સહાયમાં રહીને વાયરસ સામેની કાર્યક્ષમ રીતે બીજી હરોળનું સર્જન કરે છે, જે રાષ્ટ્રના પ્રતિભાવને કાર્યક્ષમ અને સતત ચાલુ રાખે છે.

આર.આઇ.એલ. કોવિડ-૧૯ પડકાર સામેના ભારતના પ્રતિસાદને સહાયરૂપ બનવા માટે પ્રતિબધ્ધ છે અને જયાં સુધી આ પડકાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સહાયને વધારે મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસની કટોકટી પર ખૂબ જ ઝડપથી વિજય પ્રાપ્ત કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સમગ્ર ટીમ આ કટોકટીની પળે દેશની સાથે છે અને કોવિડ-૧૯ સામેની લડાઇને જીતવા માટે બધું જ કરી છૂટશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ, ખાસ કરીને ફ્રંટલાઇન પર રહેલા લોકોને અમારો સંપૂર્ણ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિજ્ઞા લઇએ છીએ. અમારા ડોકટરો અને સ્ટાફે ભારતની પ્રથમ કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં મદદ કરી છે અને કોવિડ-૧૯ની સઘન ચકાસણી, પરીક્ષણ, બચાવ અને સારવારમાટે અમે સરકારને મદદ કરવા માટે પ્રતિબધ્ધ છીએ.

આપણાં વંચિત અને રોજમદાર સમુદાયને મદદ કરવાની તાતી જરૂરીયાત છે. અમારા ભોજન વિતરણ કાર્યક્રમના માધ્યમથી, અમે દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકોને જમાડીએ છીએ, એમ શ્રીમતી નીતા અંબાણીએ ઉમેર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ પ્રદાન

    પીએમ કેર્સ ફંડમાં રૂ. ૫૦૦ કરોડનું પ્રદાન

    મહારાષ્ટ્રનાં ચીફ મિનિસ્ટરનાં રીલિફ ફંડમાં રૂ. ૫ કરોડનું પ્રદાન

    ગુજરાતનાં ચીફ મિનિસ્ટરનાં રીલિફ ફંડમાં રૂ. ૫ કરોડનું પ્રદાન

    કોવિડના દર્દીઓને સેવા આપવા ફકત બે અઠવાડિયામાં ભારતની પ્રથમ ૧૦૦ બેડ ધરાવતી વિશિષ્ટ કોવિડ હોસ્પિટલ ઊભી કરી

    સમગ્ર દેશમાં આગામી ૧૦ દિવસમાં ૫૦ લાખ નિઃશુલ્ક ભોજન તથા વધારે ભોજન અને નવા એરિયામાં ઝડપથી વધારો

    હેલ્થ-વર્કર્સ અને કેરગિવર્સને દરરોજ એક લાખ માસ્ક

    હેલ્થ-વર્કર્સ અને કેરગિવર્સને દરરોજ હજારો પીપીઈ

    આખા દેશમાં નોટિફાઈ કરેલા ઇમર્જન્સી રિસ્પોન્સ વાહનોને નિઃશુલ્ક ઇંધણ

    જિયો વર્ક ફ્રોમ હોમ, સ્ટડી ફ્રોમ હોમ અને હેલ્થ ફ્રોમ હોમ પહેલો મારફતે એની ટેલીકોમ સેવા પર દરરોજ આશરે ૪૦ કરોડ વ્યકિતઓને અને હજારો સંસ્થાઓને સતત જોડેલી રાખે છે, જેનાથી દેશને સતત આગેકૂચ કરવામાં મદદ મળે છે

    રિલાયન્સ રિટેલ સ્ટોર્સ અને હોમ ડિલિવરી દ્વારા લાખો ભારતીયો માટે દરરોજ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પ્રદાન કરે છે

(11:27 am IST)