Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના મહામારી સામે લડવા સરકારનો મોટો નિર્ણંય : ઓટો કંપનીઓ બનાવશે વેન્ટિલેટર : કામ શરૂ કરાયું

ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડને આગામી બે મહિનામાં લોકલ મેન્યુફેક્ચરર્સ સાથે મળીને 30 હજાર વેન્ટીલેટર્સ બનાવશે

 

નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી સામે લડવા સરકારે મોટો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સને વેન્ટીલેટર્સ બનાવવા માટે કહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓએ સંબંધમાં કામ કરવાનું શરુ કરી દીધું છે. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડને આગામી બે મહિનામાં લોકલ મેન્યુફેક્ચરર્સ સાથે મળીને 30 હજાર વેન્ટીલેટર્સ બનાવવાના છે. હાલ દેશની અલગ-અલગ હોસ્પિટલોમાં 14 હજારથી વધારે વેન્ટીલેટર્સ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ છે.

નોઇડાના Agva healthcare એક મહિનામાં 10 હજાર વેન્ટીલેટર્સ બનાવવાના છે. એપ્રિલના બીજા સપ્તાહ સુધી તેના વેન્ટીલેટરની સપ્લાઇ શરુ થઈ જશે. DRDO આગામી સપ્તાહથી દરરોજ 20 હજાર N99 માસ્ક બનાવશે. હાલ દેશભરની હોસ્પિટલોમાં 11 લાખ 95 હજાર N95 માસ્ક સ્ટોકમાં છે. બે ઘરેલું મેન્યુફેક્ચરર્સ દરરોજ 50 હજાર N95 માસ્ક બનાવી રહ્યું છે. આગામી સપ્તાહ સુધી દરરોજ એક લાખ બનાવશે. રેડ ક્રોસે 10 હજાર પીપીઇ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ડોનેટ કર્યા છે. 20 લાખ પીપીઈના માટે દક્ષિણ કોરિયાને ઓર્ડર આપવામાં આવ્યો છે

દિગ્ગજ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ કંપની (MSIL)પણ સામેલ થઈ ગઈ છે. કંપનીએ વેન્ટીલેટર, માસ્ક અને અન્ય સુરક્ષાત્મક ઉપકરણ બનાવવા માટે કેટલીક કંપનીઓ સાથે સમજુતી કરી છે. મારુતિ 3 પ્લાઇ માસ્કનું નિર્માણ કરશે. માટે કંપનીએ પોતાના જોઈન્ટ વેન્ચર કૃષ્ણા મારુતિ લિમિટેડને અધિકૃત કરી છે. માટે જરુરી મંજૂરી મળતા ઉત્પાદન શરુ કરવામાં આવશે. માસ્ક હરિયાણા અને કેન્દ્ર સરકારને આપવામાં આવશે.

(12:00 am IST)