Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

દેશમાં યુદ્ધના ધોરણે ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે વડાપ્રધાન ખુદ ધ્યાન આપશે : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કોવિદ -19 સુઓમોટો કેસ મામલે કેન્દ્ર સરકારનું સોગંદનામું

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કોવિદ -19 સુઓમોટો કેસ મામલે  કેન્દ્ર  સરકારે આજ મંગળવારના રોજ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યા મુજબ દેશમાં યુદ્ધના ધોરણે ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે વડાપ્રધાન ખુદ ધ્યાન આપશે .જે બાબત ડાયરેક્ટ તેમની નિગેહબાની હેઠળ રાખવામાં આવશે.

કેન્દ્ર સરકાર, સક્રિયપણે  માનનીય વડા પ્રધાન અને માનનીય ગૃહ પ્રધાનની સીધી સંડોવણી સાથે, યુદ્ધના ધોરણે ઓક્સિજન સપ્લાયને વધારી રહી છે, તેવું સોગંદનામામાં જણાવાયું છે.

આજ મંગળવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબત નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે બધાને ગર્વ થવો જોઈએ કે વડા પ્રધાન દ્વારા આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તમામ રાજકીય પક્ષો તેમની સાથે  સંકલન કરી રહ્યા છે.

કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે તે ભારતની અંદર ઉપલબ્ધ તમામ સ્રોતોમાંથી ઓક્સિજન મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે અને અન્ય દેશોમાંથી પણ ઓક્સિજનની આયાત થઇ રહી છે.તેવું બી.;એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:21 pm IST)