Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

૧૮ વર્ષથી ઉપરના લોકો કોરોના વેકિસનેશન માટે કાલથી રજીસ્ટ્રેશન કરાવી શકે

તંત્ર દ્વારા હેલ્પલાઇન નં. ૧૦૭પ પણ જાહેર કરાયોઃCO-EIN એપ પર જવાનું છે : સ્માર્ટફોન (મોબાઇલ નંબર) ઉપરાંત આરોગ્ય સેતુ એપ તથા ઉમંગ એપ્લીકેશન દ્વારા પણ રજીસ્ટ્રેશન થઇ શકશે

રાજકોટ તા. ર૭ :.. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સામે રક્ષણ આપનાર કોરોના વેકિસન લેવા માટે પણ કરોડો લોકો પોતાના નામ નોંધાવવા માટે આતુર છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેકિસન લઇ શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.આ જાહેરાતના અનુસંધાને આવતીકાલ તારીખ ર૮ એપ્રિલ, ર૦ર૧ ૧૧ દેશમાં વસતા ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકો  CO-WIN વેબસાઇટ - એપ્લીકેશન ઉપર જઇને કોરોના વેકિસન લેવા માટે પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી શકશે. આ સંદર્ભે કોઇપણ માહિતી કે પૂછપરછ માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નં. ૧૦૭પ પણ જાહેર કરવામાં આવ્યો છે.

સ્માર્ટફોન (મોબાઇલ નંબર) ઉપરાંત કેન્દ્ર સરકારની 'આરોગ્ય સેતુ એપ' તથા 'ઉમંગ' એપ્લીકેશન દ્વારા પણ રજીસ્ટ્રેશન થઇ શકશે તેવું જાણવા મળે છે. અહીં સ્માર્ટફોન કે મોબાઇલ નંબર ઉપરથી રજીસ્ટ્રેશન કરવા માટેના વન બાય વન સ્ટેટસ પણ આપ્યા છે કે જેથી રજીસ્ટ્રેશન કરવામાં સરળતા રહે. સમય - સંજોગો મુજબ સરકારના નિતી- નિયમોમાં ફેરફાર થઇ શકે છે. (પ-૧૬)

વેકિસન લેવા સંદર્ભે રજીસ્ટ્રેશન માટેના વન બાય વન સ્ટેપ્સ અનુસરો

- https://aelfregistration. cowen. gon. in  લીંક ઓપન કરીને રજીસ્ટ્રેશન પોર્ટલ પર જઇ 'રજીસ્ટ્રેશન'નો વિકલ્પ પસંદ કરો.

- તમારો મોબાઇલ નંબર આપીને ગેટ ઓટીપી પર કિલક કરો.

- તમારા મોબાઇલ નંબર પર ઓટીપી આવશે, જે ૧૮૦ સેકન્ડમાં સબમીટ કરવાનો રહેશે.

-ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) સબમીટ કરતાં જ નવું પેજ ખૂલશે, જેમાં માંગ્યા મુજબ આપણી પોતાની વિગતો ભરવાની રહેશે.

- ફોટો આઇડી માટે આધારકાર્ડ ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

- તેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરી ફોટો આઇડી નંબર આપો.

- નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.

- ત્યારબાદ નજીકનું કોવિડ વેકિસનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે

- સેન્ટર સિલેકટ કર્યા બાદ આપણે અનુકુળ સમયનો સ્લોટ પસંદ કરી શકીએ છીએ.

- સ્લોટ પસંદ કર્યા પછી સમયસર વેકિસનેશન સેન્ટર ઉપર પહોંચી જવું કે જેથી અવ્યવસ્થા કે સોશ્યલ ડીસ્ટન્સીંગની સમસ્યાનો સામનો ન કરવો પડે. માસ્ક પહેરવું, સેનિટાઇઝેશન સહિતની કોવિડ ગાઇડ લાઇન્સનું અચૂક પાલન કરવું.

- વેકિસન લેવા સંદર્ભે કોઇપણ જાતની માહિતી કે પુછપરછ માટે હેલ્પલાઇન નં. ૧૦૭પ પણ જાહેર કરવામાં આવ્યો છે. 

(4:29 pm IST)