Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

એકટીવ કેસોમાં મહારાષ્ટ્ર પ્રથમ અને ગુજરાત સાતમાં સ્થાને

આઠ રાજયોમાં છે દેશના ૭૦ ટકા એકટીવ દર્દીઓઃ ગુજરાતમાં મૃત્યુ દર ૧.ર૭ ટકા

અમદાવાદ તા. ર૭: કોરોના મહામારી વચ્ચે એકટીવ કેસ બાબતે દેશના રાજયોમાં ગુજરાત સાતમા નંબર પર છે. રાજયમાં અત્યારે ૧ઉ૧પ લાખ એકટીવ દર્દીઓ છે. સૌથી વધારે એકટીવ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. ત્યાં સાત લાખથી વધારે એકટીવ દર્દીઓ છે. દેશના આઠ રાજયોમાં રવિવાર સુધીમાં એકટીવ દર્દીઓ એક લાખથી વધારે થઇ ગયા છે. જે દેશના કુલ દર્દીઓના ૭૦ ટકા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪,૯૬,૦૩૩ દર્દીઓ જાહેર થઇ ચૂકયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપભેર વધેલા દર્દીઓના કારણે અત્યારે એકટીવ દર્દીઓ ૧.૧પ લાખથી વધારે થઇ ગયા છે. અત્યાર સુધીમાં ૬૩ર૮ દર્દીઓના મોત થવાથી રાજયમાં મૃત્યુ દર ૧.ર૭ ટકા થઇ ગયો છે.

આઠ રાજયોમાં એકટીવ દર્દીઓ

રાજય

એકટીવ દર્દીઓ

મોત

કુલ કેસ

મહારાષ્ટ્ર

૭૦૦ર૦૭

૬૪૭૦૭

૪ર૯પ૦ર૭

યુપી

ર૯૭૬૧૬

૧૧૧૬પ

૧૦૮૬૬રપ

કર્ણાટક

ર,૬ર,૧૮૧

૧૪૪ર૬

૧૩,૩૯,ર૦૧

કેરળ

ર,૧૯,રર૧

પ૧૧૦

૧૪,૦પ,૬પપ

રાજસ્થાન

૧,૩૬,૭૦ર

૩૬૦૧

પ,૧૪,૪૩૭

છતીસગઢ

૧,ર૩,૮૩પ

૭૩૧૦

૬,પર,૩૬ર

ગુજરાત

૧,૧પ,૦૦૬

૬૩ર૮

૪,૯૬,૦૩૩

તમિલનાડુ

૧,૦પ,૧૮૦

૧૩પપ૭

૧૦,૮૧,૯૮૯

(3:32 pm IST)