Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રાષ્ટ્રીય સંકટનો સમય : અમે ચૂપ બેસી ન રહીએ

કોરોના સંકટને લઇને સુપ્રિમ કોર્ટની મહત્વની ટિપ્પણી : કોર્ટે સરકાર પાસે ઓકસીજન - તબીબી સુવિધા અને રસીકરણની માહિતી માંગી : વેકસીનના અલગ - અલગ ભાવ અંગે પણ સરકારને સાણસામાં લીધી : હવે વધુ શુક્રવારે સુનાવણી

નવી દિલ્હી તા. ૨૭ : કોરોનાના વધતા સંકટથી નિપટવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જે નેશનલ પ્લાન રજુ કરવા કહ્યું હતું તે અંગે આજે સુનાવણી કરવામાં આવી. સરકારે તેમનો પ્લાન રજુ કર્યો. સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો કે રસીના અલગ-અલગ ભાવો પર કેન્દ્ર શું કરી રહ્યું છે, તો હાલની સ્થિતિ નેશનલ ઇમરજન્સી નથી તો શું છે ? અમે ચૂપ બેસી ન રહીએ. સુનાવણી દરમિયાન ઓકસીજન અને વેકસીનની સપ્લાય અંગે પણ ચર્ચા કરવામાં આવી.

કોરોના વાયરસનું સંકટ વચ્ચે મંગળવારે સુપ્રિમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી ચાલુ છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારથી કોરોના સંકટ સામે લડવા માટે નેશનલ પ્લાન માગ્યો હતો. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને વેકિસનથી સપ્લાય, ઓકિસજન સપ્લાય, દવાઓની સપ્લાય અને લોકડાઉનના અધિકાર પર પ્લાન માંગ્યો હતો. કોરોના સંકટને લઈને મંગળવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ. કેન્દ્ર સરકાર તરફથી સર્વોચ્ચ અદાલતમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજયોને ઓકિસજન સપ્લાય પર લેટર મોકલવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આ સુનાવણીનો મતલબ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને રોકવાનો નથી. હાઈકોર્ટ સ્થાનિય હાલતને ખૂબજ સારી રીતે સમજી શકે છે. રાષ્ટ્રીય મુદ્દે અમારે જોવું જરૂરી હતું. એમે રાજયો વચ્ચે સમન્વય સાધવાનું કામ કરીશું. અદાલતમાં સોલિસીટર જનરલે કહ્યું કે પહેલી લહેર ૨૦૧૯-૨૦માં આવી, બીજી લહેરનો અંદાજો નહોતો લગાવાયો. અમે આને લઈને કેટલાય પગલાં ભર્યા છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય લેવલો પર મોનિટર કરી રહી છે. ખુદ પીએમ મોદી મીટિંગ કરી રહ્યા છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ એસઆર ભટ્ટે કહ્યું કે સેના, રેલવેના ડોકટર્સ કેન્દ્રની અંતર્ગત આવે છે. એવામાં શું તેમને કોરન્ટાઈન, વેકિસનેશન અને અન્ય ઉપયોગમાં લઈ શકાય છે. આના પર નેશનલ શું પ્લાન છે. આ સમયે વેકિસનેશન બહુ જરૂરી છે. વેકિસનના ભાવ પર કેન્દ્ર શું કરી રહ્યા છે. જો આ નેશનલ ઈમરજન્સી નથી તો પછી શું છે ? અદાલતમાં સુનાવણી દરમિયાન રાજસ્થાન, બંગાલ તરફથી વેકિસનના અલગ અલગ ભાવ પર આપત્ત્િ। દર્શાવી હતી.

સુપ્રિમ કોર્ટે વેદાંતાના પ્લાન્ટને ઓકિસજન નિર્માણની મંજૂરી આપી દીધી છે. તમિલનાડુ સરકારે જાણકારી આપી છે કે તેઓને વેદાન્તાને ચાર મહિના સુધી પ્લાન્ટ ચલાવવાની મંજૂરી છે. આ દરમિયાન ફકત ઓકિસજનનું પ્રોડકશન જ થશે. સુપ્રિમ કોર્ટે વેદાંતાને પૂછ્યું કે કેટલી ઝડપી પ્રોડકશન શરૂ કરી શકો છો. તેમણે આ બાબતે ૧૦ દિવસનો સમય માગ્યો છે. તુતિકોરિનમાં ગત વર્ષે દુર્ઘટના બાદ તેને બંધ કરીદેવામાં આવ્યો હતો. સુપ્રિમમાં સુનાવણી દરમિયાન કહ્યું કે આ રાષ્ટ્રીય સંકટનો સમય છ એવામાં બધાએ સાથે આવવું જોઈએ. કોપર પ્લાન્ટમાં આવવા જવાની પરમિશન નથી. ઓકિસજન પ્લાન્ટ કેમ કામ કરશે તેનો નિર્ણય કમિટિ લેશે.

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કહ્યું કે, કોપર પ્લાન્ટમાં કોઈને આવવાની મંજૂરી નહીં હોય. આઙ્ખકિસજન પ્લાન્ટ કેવી રીતે કામ કરશે, આ નિર્ણય કમિટી લેશે. કોર્ટની કમિટીમાં મંત્રાલયના કોઈ વ્યકિતને પણ રહેવું પડશે. પ્લાન્ટમાં માત્ર ઓકિસજનનું જ પ્રોડકશન હશે.

(3:09 pm IST)