Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પહેલી ડિસેમ્બરે શિવાજીપાર્કમાં ઉદ્ધવ ઠાકરેનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદે શપથ સમારોહ

કોંગ્રસના બાલાસાહેબ થોરાટ અને એનસીપીના જયંત પાટીલ નાયબ મુખ્યમંત્રી બનશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં સતાની સાંઠમારીનો અંત આવ્યો જણાય છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી અજિત પવારે રાજીનામુ આપતા શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બનાવવા માર્ગ મોકળો થયો છે શિવસેના ઇચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરનો શપથ ગ્રહણ સમારોહ મુંબઇમાં શિવાજી પાર્કમાં થાય.શિવસેના આ શપથ ગ્રહણમાં વિપક્ષના ઘણા નેતાઓને બોલાવી શકે છે.

         આ પહેલા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કરીને પોતાના પદેથી રાજીનામુ આપ્યું અને રાજ્યમાં રાજનૈતિક સંકટ માટે શિવસેનાને જવાબદાર ગણાવી.હતી

        ત્યારે સૂત્રોનો દાવો છે કે, શિવસેના-NCP-કોંગ્રેસની સરકારમાં બે ડેપ્યુટી સીએમ બનાવામાં આવશે. એક ડેપ્યુટી સીએમ કોંગ્રેસના હશે અને અને બીજા સીએમ એનસીપીના બનશે. ત્યારે ઉદ્ધવ ઠાકરે પૂર્ણ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

કોંગ્રેસ તરફથી બાલા સાહેબ થોરાટ અને એનસીપીના જયંત પાટીલ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

(8:47 pm IST)