Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર: ઉદ્ધવ ઠાકરે ત્રણેય પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે નિયુક્ત

મુંબઈની હોટલમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યોની બેઠક : શિવસેના નેતા એકનાશ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નામનો મૂક્યો પ્રસ્તાવ હતો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રીપદેથી અજિત પવારે રાજીનામુ આપ્યા બાદ શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર રચવાનો માર્ગ મોકળો બન્યો છે આજે સાંજે . શિવસેના-એનસીપી-કોંગ્રેસની હોટલ ટ્રાઇડેન્ટમાં બેઠક યોજાઇ છે. ત્રણેય પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

               બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી  આ નિમિતે તેમના પત્ની અને પુત્ર આદિત્ય ઠાકરે પણ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ હાજર રહ્યા હતા

(8:14 pm IST)