Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમેરિકાના પ્રેસિડન્ટ બનવા માટે બ્લૂમબર્ગે નોંધાવી દાવેદારી:વિશ્વના 14મા છે અરબપતિ

ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર માઇકલ બ્લૂમબર્ગે ઔપચારિક રીતે પોતાની દાવેદારી નોંધાવતા બે ધનવાન વચ્ચે ટક્કર

અમેરિકામાં દર ૪ વર્ષે યોજાતા પ્રેસિડેન્ટ ઇલેકશન માટેની તૈયારીઓ અને દાવેદારીઓ આગોતરી થાય છે. ત્યારે ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર માઇકલ બ્લૂમબર્ગે ઔપચારિક રીતે પોતાની દાવેદારી નોંધાવી છે. અમેરિકાનો રીપબ્લીક પક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને જ રિપીટ કરે તેવા સંજોગોમાં આવતા વર્ષે યોજાનારા પ્રેસિડેન્સિયલ ઇલેકશનમાં બે ધનવાન વચ્ચે ટકકર થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

   ૫૮ અબજ ડોલરની સંપતિ ધરાવતા બ્લૂમબર્ગ વિશ્વના ૧૪માં ક્રમના સૌથી વધુ ધનવાન છે.તેમની કંપની બ્લૂમબર્ગ નાણાકિય સેવાઓથી માંડીને મીડિયા સુધીના ઘણા ક્ષેત્રમાં વ્યવસાય ધરાવે છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ પદ માટેના ઉમેદવારોની હોડ જામતી હોય છે પહેલા તો આ હોડ જીતવી જરુરી હોય છે.

  પ્રાપ્ત માહિતી મુજબ બ્લૂમબર્ગે ઉમેદવારી મજબૂત કરવા ૧૦ કરોડ ડોલર જાહેરાતો પાછળ ખર્ચ કરવાની વ્યૂહરચના તૈયાર કરી છે. એવું પણ માનવામાં આવી રહયું છે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર થવાની હોડમાં સ્થાન મેળવનારા છેલ્લા નેતા છે

(12:12 pm IST)