Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

દેશનાં શહેરોમાં દર પાંચસો યુવા બેરોજગાર

અર્થતંત્ર માંદગીના ખાટલે તો બેકારીની સમસ્યા મોઢુ ફાડીને ઉભી છે : દેશમાં ૧૫થી ૨૯ વર્ષની ઉંમરના ૨૨.૫ ટકા યુવા બેરોજગાર છે

નવી દિલ્હી, તા.૨૬: ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતીએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીની ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો NSO (નેશનલ સ્ટેસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન) એ જાહેર કર્યા છે. સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) જાહેર કરતા એનએસઓ એ જણાવ્યું કે, ૨૦૧૮ ૧૯ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી લઈને માર્ચ ૨૦૧૯ની વચ્ચે જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં ૧૫થી ૨૯ વર્ષની ઉંમર ધરાવતા અંદાજે ૨૨.૫ ટકા યુવા બેરોજગાર છે.

આંકડાઓના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું કે, શ્રમ બજાર દ્યણી હદ સુધી બેરોજગારીના મુદ્દાઓને હલ કરવામાં અસફળ  રહ્યું છે. પીએલએફએસના લેટેસ્ટ આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે, એપ્રીલ જુન ૨૦૧૮ અને જાન્યુઆરી માર્ચ ૨૦૧૯ વચ્ચે દરરોજ વેતન અને મહિને વેતન મેળવતા કર્મચારીઓની આવકમાં સામાન્ય વધારો થયો છે. આ દરમ્યાન કમાણીમાં ૪૮.૩ ટકાથી વધીને ૫૦ ટકા વૃદ્ઘિ જોવા મળી. મહત્વનું છે કે, આ દરમ્યાન પુરુષોની સરખામણીએ મહિલાઓને સારું વેતન મળ્યું.

જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા ચાર ત્રિમાસિકગાળાઓમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓના વેતનમાં વૃદ્ઘિ થઈ છે. આ વૃદ્ઘિ પુરુષ શ્રમિકોના ૧.૫ ટકાની તુલનામાં ૨.૧ ટકાની છે. આંકડાઓ પરથી એ પણ જાણવા મળ્યું છે કે, બેરોજગારી મામલે મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનામાં ઘણી વધારે છે.

  એનએસઓ દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, ૨૦૧૮ ૧૯ના અંતિમ ત્રિમાસિક ગાળા દરમ્યાન મહિલાઓમાં બેરોજગારી દર ૨૯ ટકા હતો. આ પુરુષોની તુલનામાં ૮ ટકા વધારે છે. જોકે, મહિલાઓનો આ આંકડો એવા સમયે ઓછો છે, જયારે દેશની તમામ શ્રમ શકિતમાં આની હિસ્સેદારી ઘણી ઓછી છે.

(11:29 am IST)