Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કાશ્મીરના બે રાજકીય નેતાઓ નજરબંધીથી મુકત : બે નેતાઓને ધારાસભ્ય હોસ્ટેલમાં સ્થળાત્તરિત કરાશે

પીડીપીનાં દિલાવર મીર અને ગુલામ હસન મીરને નજરબંધીથી મુક્ત કરી દીધા

શ્રીનગર : જમ્મુ અને કાશ્મિર વહીવટી તંત્રએ બે રાજકીય નેતાઓને નજરબંદીમાંથી મુક્ત કરાયા છે જયારે અન્ય બે નેતાને ધારાસભ્ય હોસ્ટેલમાં સ્થળાત્તરિત કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે પીડીપીનાં દિલાવર મીર અને ગુલામ હસન મીરને 5 ઓગસ્ટથી નજરબંધ હેછળ રાખવામાં આવ્યા હતાં.તેમને 110 દિવસની નજરબંદી બાદ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રએ મુક્ત કરી દીધા છે.

મુક્ત કરાયેલા લોકો પુર્વ ધારાસભ્યો છે અને કલમ 370ની મોટાભાગની જોગવાઇઓ હટાવવાનાં કેન્દ્ર સરકારનાં 5 ઓગસ્ટનાં નિર્ણયથી લોકોને પોતાના નિવાસસ્થાનમાં નજરબંધ કરવામાં આવ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મિરની વિધાનસભામાં ધારાસભ્ય રહેલા અશરફ મીર અને હાકીન યાસીનને તેમના ઘરમાં સ્થળાંત્તરિત કરવમાં આવશે પરંતું તે ત્યાં પણ નજરબંધી હેઠળ રહેશે.

મીર અને યાસિન બંને તે 34 રાજકીય નેતાઓમાં સામેલ હતાં,જેમને શ્રીનગરની સેંન્ટુર હોટેલમાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા બાદ હોસ્ટેલમાં રાખવમાં આવ્યા હતાં.

 

(12:37 am IST)