Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજસ્થાનના એસએસસી પાસ યુવકે યુરોપિયન વૈજ્ઞાનિક અને નોબલ પ્રાઈઝ વિજેતાના કથનને બદલી નાખ્યું :અક્ષયકુમાર બનાવશે ફિલ્મ

અલવરના બહરોડના કાંકરા બડોદ ગામના સુભાષ ઓલાએ એન્જીનમાંથી નીકળેલ ગર્મ ગેસને ઉર્જામાં બદલાવો સંભવ કરી બતાવ્યું :બનાવ્યું બોઇલર મશીન

 

રાજસ્થાનનાં અલવર જિલ્લામાં બહરોડનાં કાંકરા-બડોદ ગામનાં એસએસસી પાસ યુવક સુભાષ ઓલાએ યૂરોપિયન વૈજ્ઞાનિક કેલ્વિન અને નોબલ પ્રાઇઝ વિજેતા મૈક્સ પ્લાંકનું કથન બદલી નાંખ્યું છે.બંનેનું કથન હતું કે,એન્જીનમાંથી નિકળેલ ગર્મ ગેસ એટલે કે ઉર્જામાં બદલાવ મેળવવો અસંભવ છે શાળાઓમાં પ્લાંકનો નિયમ પણ ભણાવવામાં આવે છે.જેને મહાન વૈજ્ઞાનિક પ્લાંકે અસંભવ માન્યું હતું. તેને સુભાષ ઓલાએ સંભવ કરી બતાવ્યું છે.

 સુભાષ ઓલાએ  પ્રયત્ન વર્ષ 1984માં કર્યો હતો પરંતુ તેને સંપૂર્ણ સફળતા વર્ષ 1994માં મળી હતી વર્ષ 2014માં ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ સુભાષ ઓલા દ્વારા બનાવવામાં આવેલ બોયલર મશીનની બે વાર તપાસ કરી. લેબમાં ઇંધણ અને પાણીની બચત જોઇ NIFનાં અધિકારીઓ આશ્ચર્ય અનુભવ્યુ હતું બે વખત ટેસ્ટ લીધા બાદ સંપૂર્ણપણે વિશ્વાસ થઇ ગયો કે, સુભાષ દ્વારા બનાવવામાં આવેલ મશીન 40 થી 50 ટકા ઇંધણ બચાવે છે, ત્યાં 90 થી 99 ટકા પાણીની પણ બચત કરે છે.

 ઓલાનાં પિતા ઇંદ્રાલ ઓલા ખેડૂત છે,જ્યારે માતા ચાંદકૌર ઘર સંભાળે છે. સાધારણ ખેડૂતનાં ઘરે જન્મેલ સુભાષને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેણે દૂધની ડેરી પર કામ કરીને મશીન બનાવવા માચે જરૂરી ઉપકરણો એકઠા કર્યા હતાં.પરિવારમાં સૌથી મોટા હોવાનાં કારણે પરિવારની જવાબદારીઓ પણ સુભાષ પર આવી રહી હતી છતા તેણે પોતાની રિસર્ચ ચાલૂ રાખીહતી  હાલમાં મુંબઇમાં આયોજીત થયેલ ફિલ્મ પેડમેનનાં પ્રમોશન દરમિયાન દેશનાં વિભિન્ન રાજ્યોથી આવેલ 16 ઇનોવેટર્સને 5 લાખ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યા. અક્ષય કુમારે પણ 16 ઇનોવેટર્સ પર સોલહ સુપર હીરોઝ બનાવવાનું આહ્વાન કર્યું છે.

  ઉલ્લેખનિય છે કે, સુભાષ ઓલા વર્ષ 2015માં તેમની સફળતાને લઇ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા પણ પુરસ્કાર મેળવી ચૂકેલ છે.

(11:53 pm IST)