Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બ્રિટન બાદ હવે ઓસ્ટ્રેલિયાના બે લોકોમાં કોરોનાનો મળ્યો નવો સ્ટ્રેન: જબરો ફફડાટ

બંને લોકો કેટલાક દિવસ પહેલા બ્રિટનની યાત્રાથી પરત ફર્યા

નવી દિલ્હી :બ્રિટન પછી હવે ઓસ્ટ્રેલિયાના બે લોકોમાં કોરોના વાયરસનો બદલાયેલો રૂપ (નવો સ્ટ્રેન) જોવા મળ્યો છે. ન્યૂઝ એજન્સી રાયટર્સે આની જાણકારી આપી છે. રાયટર્સે ઓસ્ટ્રેલિયન સરકારના હવાલાથી જણાવવામાં આવ્યું કે, બંને લોકો કેટલાક દિવસ પહેલા બ્રિટનની યાત્રાથી પરત ફર્યા છે.

 કોરોનાના આ નવા સ્ટ્રેનને VUI-202012/01 નામ આપવામાં આવ્યું છે. આશંકા છે કે, પહેલા વાયરસથી 70 ટકા વધારે સંક્રમણ ફેલાવનાર છે.આ વચ્ચે યૂરોપિયન મેડિસિન રેગ્યુલેટરે ફાઈઝર અને બાયોએનટેક દ્વારા બનાવેલી કોવિડ-19 વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એક અઠવાડિયાની અંદર જ આનું ઈનોક્યૂલેશન શરૂ થઇ જશે.

 

બ્રિટનમાં વેક્સિનેશન શરૂ હોવા છતાં વાયરસમાં મ્યૂટેશન (કોરોના વાયરસનો નવો વેરિએન્ટ)ની વાત સામે આવી છે. આને લઈને દુનિયાભરમાં હડકંપ મચાયેલો છે. કેટલાક દેશોએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સાઉદી અરબ સરકારે ઈન્ટરનેશલ ફ્લાઈટ્સ પર એક અઠવાડિયાનું પ્રતિબંધ લગાવી દીધી છે. સાઉદીએ પોતાની બોર્ડર પણ એક અઠવાડિયા માટે સીલ કરી દીધી છે. સરકાર તરફથી કહેવામાં આવવી રહ્યું છે કે, જે લોકો યૂરોપીયન દેશોથી સઉદી આવ્યા છે, તેમને બે અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવું પડશે. જ્યારે જે લોકો પાછલા 3 મહિનામાં યૂરોપ અથના નવા કોરોના સ્ટ્રેનવાળા વિસ્તારમાંથી આવ્યા છે, તેમને કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

તુર્કીએ પણ બ્રિટન, ડેનમાર્ક, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડથી આવનાર ફ્લાઈટ પર અસ્થાઇ પ્રતિબંધ લગાવી દીધો છે. 13 યૂરોપીયન દેશો ફ્રાંસ, જર્મની, ઈટલી, સ્વિટ્ઝલેન્ડ, પોર્ટૂગલ, બેલ્ઝિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે પણ યુકેથી આવનાર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે.

ભારતે પણ 31 ડિસેમ્બર સુધી યૂકેથી આવનાર ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ કાલ અડધી રાતથી લાગું થઈ જશે.

(11:42 pm IST)