Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

શિરડી મંદિરમાં દર્શન માટે ઓનલાઈન બુકિંગ જરૂરી

ટ્રસ્ટ દ્વારા ભાવિકોને સુચના અપાઈ

શિરડી, તા. ૨૧ : મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શિરડી ખાતે આવેલા પ્રખ્યાત સાઇ બાબા મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવીને જ શિરડી આવવા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.  સાઇ બાબા મંદિર ખૂલ્લું મુકાયા બાદ ધીમે ધીમે ભક્તોની સંખ્યા વધી રહી છે. આ સંદર્ભમાં ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. શરૂઆતમાં રોજના છ હજાર દર્શનાર્થી આવતા હતા. પરંતુ, હવે આ સંખ્યા રોજના ૧૫ હજાર લોકોની થઇ ગઇ છે. કોવિડ ગાઇડલાઇનના અમલને ધ્યાને રાખીને મંદિરમાં રોજના ૧૨ હજાર શ્રદ્ધાળુઓના દર્શનની જ વ્યવસ્થા કરી શકાય તેમ છે. આથી દર્શન પાસ ઓનલાઇન ઉપલબ્ધ કરાવાયા છે. તે મેળવીને જ શિરડી આવવાની વિનંતી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. વધુમાં ૧૦ વર્ષથી નીચેના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ વયના લોકોને હાલ દર્શને આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

(8:40 pm IST)