Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

' અર્થ ઓન ટ્રાયલ ' : સમાજમાં દેખાતા અને નહીં દેખાતા દુશ્મનો સામેની લડત અંગે છણાંવટ કરતું પુસ્તક : ઇન્ડિયન અમેરિકન એક્ટિવિસ્ટ શ્રી જીવન ઝુત્સીએ બીજું પુસ્તક લોન્ચ કર્યું

ન્યુયોર્ક : ઈન્ડો અમેરિકન કોમ્યુનિટી ફેડરેશનના ફાઉન્ડર સોશિઅલ એક્ટિવિસ્ટ  શ્રી જીવન ઝુત્સીએ ધ લાસ્ટ સ્માઈલ : એ ફાધર્સ લવ સ્ટોરી નામક પુસ્તક પ્રસિદ્ધ કર્યા બાદ હવે લોકડાઉનના સમયમાં બીજું પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું છે.જે ' અર્થ ઓન ટ્રાયલ 'ફાઇટિંગ વિથ ઇનવિઝિબલ એન્ડ વિઝિબલ એનીમીઝ નામથી પ્રસિદ્ધ કર્યું છે.

આ પુસ્તકમાં તેમણે કોવિદ -19 સંજોગોમાં ઉભી થયેલી અને પ્રત્યક્ષ નજરે પડતી આરોગ્ય સમસ્યાઓનું વર્ણન કર્યું છે.તેમજ કોરોના નામક નરી નજરે નહીં દેખાતા દુશમન સામે લડત આપવા સંગઠિત થયેલા વિશ્વ વિષે છણાવટ કરી છે.

સાથોસાથ આ જીવલેણ રોગચાળાના સમયમાં પણ મનુષ્ય વંશીય  ભેદભાવ , જાતિવાદ ,ધાર્મિક કટ્ટરતા ,જેવા પ્રત્યક્ષ દેખાતા દુશ્મનો સામે પણ અહંકારને ઓગાળી શક્યો નથી તેથી ધરતી માતા તેની કસોટી કરી રહી છે.તેમ જણાવ્યું છે.
ખાસ કરીને કોવિદ -19 જેવી મહામારીમાં પણ ફાર્મસી ઉદ્યોગ ભ્રષ્ટાચારથી મુક્ત રહી શક્યો ન હોવાની વ્યથા વ્યક્ત કરી છે.તેવું જાણવા મળે છે.

(7:26 pm IST)