Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

2021 ટેક્સ પ્લાનીંગ : યુ.એસ.સ્થિત GOPIO-CT ચેપટરના ઉપક્રમે ઝૂમના માધ્યમથી માર્ગદર્શન અપાયું : ઇન્ટરનેશનલ ટેક્સ , એસ્ટેટ તથા ગિફ્ટ ટેક્સ ,રિટાયરમેન્ટ પ્લાનીંગ ,સહિતના વિષયો ઉપર સમજણ આપી : પુછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા

કનેક્ટીકટ : યુ.એસ.માં GOPIO કનેક્ટીકટ ચેપટર ના ઉપક્રમે તાજેતરમાં 4 ડિસેમ્બરના રોજ ઝુમના માધ્યમથી ટેક્સ પ્લાનિંગ અંગે માર્ગદર્શન અપાયું હતું.
અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડન અને વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસના શાસન હેઠળ ટેક્સ માળખામાં થનારા ફેરફારો તથા વર્તમાન કોવિદ -19 સંજોગોમાં આવક અને ટેક્સ વિષયક માર્ગદર્શન આપવા નિષ્ણાતોની પેનલને આમંત્રિત કરાઈ હતી.જેઓએ ઉદબોધન કરી ટેક્સ પ્લાનિંગ અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.

GOPIO ઇન્ટરનેશનલ ચેપટર ચેરમેન શ્રી  થોમસ અબ્રાહમ તથા સ્થાનિક પ્રેસિડન્ટ શ્રી અશોક નીચાનીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રોગ્રામમાં ટેક્સ પ્લાનિંગ તથા ટેક્સ સેવિંગ અંગે નિષ્ણાતોએ ઉદબોધન કર્યું હતું.જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટેક્સ , એસ્ટેટ તથા ગિફ્ટ ટેક્સ ,રિટાયરમેન્ટ પ્લાનીંગ ,વિષયક માર્ગદર્શન અપાયું હતું.

નિષ્ણાતોની પેનલમાં શ્રી સેસિલ નાઝરેથએ ઇન્ટરનેશનલ ટેક્સ વિષે  ,શ્રી મિચેલ માર્કહોફએ એસ્ટેટ ગિફ્ટ ટેક્સ અંગે ,શ્રી એન્ડી રોથએ રિટાયરમેન્ટ પ્લાન વિષે  ,શ્રી શિવા ભાસ્યમે ફાયનાન્સિયલ પ્લાનિંગ અંગે , શ્રી કિમ રામચંદાણીએ લોન્ગ ટર્મ પ્લાન અંગે , તથા શ્રી ડેવિડ ફોલેએ ટેક્સમાંથી બાદ મળતી બાબતો અંગે સમજણ આપી હતી.

શ્રી થોમસ અબ્રાહમએ આયોજનને બિરદાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.તથા શ્રી અશોક નીચાનીએ સહુનું સ્વાગત કર્યું હતું તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(2:24 pm IST)